× logo
  • Loading...

ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ 2022 કોવિડ-19 વોરિયર્સને એનાયત


  • વર્ષ 2022ના ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફૉર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટપુરસ્કારને ભારતમાં કોવિડ-19 વૉરિયર્સના પ્રતિનિધિઓ તરીકે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)અને ટ્રેન્ડ નર્સિસ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (TNAI)ને સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યું છે.
  • નોંધ : વર્ષ 2021માં આ પુરસ્કાર પ્રથમનામના શિક્ષણ પર કેન્દ્રિત બિન-સરકારી સંગઠન (NGO)ને એનાયત કરવામાં આવ્યો હતો.

ઇન્દિરા ગાંધી પ્રાઇઝ ફોર પીસ, ડિસઆર્મામેન્ટ એન્ડ ડેવલપમેન્ટ :-

  • વર્ષ 1986માં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસમાં યોગદાન આપનારા લોકો કે સંગઠનોને બિરદાવવા માટે એનાયત કરવામાં આવે છે.
  • આ પુરસ્કારરૂપે રૂ. 25 લાખનું રોકડ ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

whatsapp