× logo
  • Loading...

THE યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024


THE University Rankings 2024 : IISc ranks first in India; 91 institutes in India ranked:-

 

  • ટાઈમ્સ હાયર એજ્યુકેશન(THE) દ્વારા આ રેન્કિંગની 20મી આવૃત્તિ વર્ષ 2024 માટેની જાહેર કરવામાં આવી છે.
  • આ રેન્કિંગમાં 108 દેશો તેમજ પ્રદેશોની કુલ 1,904 યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • આ વર્ષનુંરેન્કિંગમાં 18 પર્ફોર્મન્સ સૂચકાંકોને નિમ્નલિખિત5 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.

આધાર સ્તંભ

ભારણ

શિક્ષણ (અભ્યાસનો માહોલ)

29.5%

રિસર્ચનો માહોલ (માત્રા, આવક અને પ્રતિષ્ઠા)

29%

રિસર્ચની ગુણવત્તા (ઉદ્ધરણ પ્રભાવ, સંશોધન શક્તિ, સંશોધન શ્રેષ્ઠતા અને સંશોધન પ્રભાવ)

 30%

આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ (સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સંશોધન)

7.5%

ઉદ્યોગ (આવક અને પેટન્ટ)

4%

 

રેન્કીંગના મુખ્ય તારણો :-

  • આ રેન્કિંગમાં યુનાઇટેડ કિંગડમ (UK) ની યુનિવર્સિટીઓફ ઓક્સફોર્ડ સતત 8મા વર્ષે પ્રથમ ક્રમે રહી છે.

રેન્કીંગના સંદર્ભમાં ભારતનું પર્ફોર્મન્સ :-

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ(IISc) –બેંગલુરૂએ વર્ષ 2017 પછી પ્રથમ વખત 201-250 બેન્ડના સ્થાન મેળવી ભારતની ઇન્સ્ટિટયુટસ પૈકી પ્રથમ ક્રમે આવી છે.

àવર્ષ 2023માં તે 251-300 બેન્ડની કેટેગરીમાં હતી.

  • વર્ષ 2024 ના રેન્કિંગમાં ભારતની 91 ઇન્સ્ટિટયુટના સમાવેશ સાથે, ભારત આ યાદીમાં 4થો સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો દેશ બન્યો છે.

àવર્ષ 2023 ના રેન્કિંગમાં ભારતની 75 ઇન્સ્ટિટયુટને સ્થાન મળ્યું હતુ

whatsapp