2024-25 માટે ઘઉં અને અન્ય પાંચ રવી પાક માટે લઘુતમ ટેકાના ભાવ
- તાજેતરમાં, કેન્દ્ર સરકારે 2024-25 માર્કેટિંગ સિઝન માટે ઘઉં તથા અન્ય પાંચ રવી પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ(MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે.
- સૌથી વધુ (નોંધપાત્ર) વધારો ઘઉમાં કરવામાં આવ્યો છે. ઘઉંના રૂ. 150 પ્રતિ ક્વિન્ટલ વધારો થયો છે, જે 2007-08 પછી સૌથી મોટી વૃદ્ધિ છે.
- ઘઉં એક મહત્વપૂર્ણ રવી પાક છે અને ભારતમાં વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બીજા ક્રમનો સૌથી મોટો પાક છે તેમજ અર્થતંત્રમાંતેની ભૂમિકા નિર્ણાયક છે.(પ્રથમ ક્રમે ચોખા)
- આદેશ કરાયેલા 22 પાકોમાં ખરીફ સિઝનના 14પાક, રવી સિઝનના 6 પાક અને 2 અન્ય રોકડિયા પાકોનો સમાવેશ થાય છે.