નેશનલ પોલિસી ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ફાર્મા-મેડટેક અને PRIP યોજના લોન્ચ
- નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા દ્વારા બંને પહેલો લોન્ચ કરવામાં આવી છે.
નેશનલ પોલિસી ઓન રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ :-
- આ નીતિ અંતર્ગત શૈક્ષણિક અને ખાનગી ક્ષેત્રો સહિત કૌશલ્યો અને ક્ષમતાઓની ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ મળશે અને સ્ટાર્ટ-અપ્સ દ્વારા યુવાનોમાં નવી પ્રતિભાને આપવામાં આવશે.
- આ નીતિ અંતર્ગત ફાર્માસ્યુટિકલ્સ વિભાગને ઉચ્ચ સંશોધન સહિત શિક્ષણ અને તાલીમ; ફાર્માસ્યુટિકલ સંશોધનમાં આંતરરાષ્ટ્રીય સહકાર, આંતર-ક્ષેત્રિય સંકલન અને ફાર્માસ્યુટિકલ શિક્ષણ માટેની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ (NIPERs) સંબંધિત તમામ બાબતોમાં સંશોધનોના પ્રમોશન અને સંકલન સાથે સંબંધિત કાર્ય સોંપવામાં આવ્યું છે.
PRIP યોજના :-
- ‘પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ઇન્વોસ ઇનોવેશન ઇન ફાર્મા મેડટેક સેક્ટર (PRIP)’
- આ યોજનાનો ઉદ્દેશ્ય છે નવીનીકરણ આધારિત વૃદ્ધિ, પ્રાધાન્યતા ક્ષેત્રોમાં R&D માટે શિક્ષણના ઉદ્યોગો સાથેના જોડાણને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સંશોધનની સંસ્કૃતિ કેળવવાનો છે.