રાષ્ટ્રપતિએ ઓડિશામાં અને ત્રિપુરામાં નવા રાજયપાલની નિમણુંક કરી
- ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસની ઓડિશાના (26મા) રાજ્યપાલ તરીકે નિમણુંક કરી હતી.
- 2018થી ઓડિશાના રાજયપાલ તરીકે સેવા આપી રહેલા ગણેશીલાલના સ્થાને રઘુબર દાસ આ હોદ્દો સંભાળશે.
- 2021 થી ત્રિપુરાના રાજયપાલ તરીકે સેવા આપી રહેલા સત્યદેવ નારાયણ આર્યના સ્થાને ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુ હોદ્દો સંભાળશે.
રાજયપાલની નિમણુંક :-
- ભારતના બંધારણના અનુચ્છેદ 153 અનુસાર દરેક રાજયમાં રાજ્યપાલની હાજરી હોવી ફરજિયાત છે.
- 7મા બંધારણીય સુધારા અધિનિયમ, 1956 દ્વારા એક વ્યક્તિને બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ પણ નિયુક્ત કરી શકાય છે.
- બંધારણના અનુચ્છેદ 155 હેઠળ, ભારતના રાષ્ટ્રપતિ દેશના કેન્દ્ર સરકારની સલાહ (વડા પ્રધાનના નેતૃત્વ હેઠળનું પ્રધાન મંડળ)ના આધારે રાજયપાલની નિમણુંક કરે છે. ઉમેદવારનું મુલ્યાંકન કયા પરિબળોના આધારે કરાય છે તેને ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી.
- રાજયપાલની નિમણુંક સામાન્યપણે તેના પદ-ગ્રહણથી પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે રાષ્ટ્રપતિની ઇચ્છા હોય ત્યાં સુધી પદ ઉપર રહે છે.
- અનુચ્છેદ 157 : રાજયપાલ તરીકેની નિમણૂંક માટે પાત્ર બનવા માટે, વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઇએ અને તેની ઉંમર 35 વર્ષની પુરી થયેલી હોવી જોઇએ.