× logo
  • Loading...

ભારતની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ની શરૂઆત


  • પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું.
  • તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપીડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી.
  • તે ભારતની પ્રથમ RRTS છે, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નો શુભારંભ થયો હતો.
  • RRTSનું નિર્માણ નેશનલ કેપિટલ રિજયન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે કેન્દ્ર સરકાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનું સંયુક્ત સાહસ છે તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

દિલ્હી ગજિયાબાદ મેરઠ RRTS કોરિડોર :-

  • દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠનો 17કિ.મી.નો પ્રાથમિકતા સેકશન સાહિબાબાદને દુહાઇ ડેપો સાથે જોડે છે
  • આ રૂટમાં ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ, ગુલધર અને દુહાઇના આવશ્યક સ્ટેશનો આવે છે.
  • નેશનલ કેપિટલ રીજન (NCR)માં કુલ 8 RRTSકોરિડોર વિકસાવવાનું નક્કી કરાયું છે.

RRTS વિશે :-

  • RRTS નું નિર્માણ અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રાદેશિક કનેક્ટિવિટીને પરિવર્તિત કરવાના ભારત સરકારના વિઝનને અનુરૂપ કરવામાં આવ્યું છે.
  • તે નવી રેલવે આધારિત, સેમી-હાઈ સ્પીડ, હાઈ-ફ્રિક્વન્સીની મુસાફર પરિવહન સિસ્ટમ છે.
  • ઝડપ :RRTS ટ્રેનો 160 કિ.મી./કલાકની ઝડપે ચલાવવા માટે બનાવવામાં આવી છે.તે મહત્તમ 180 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
  • અન્ય આંતરરાષ્ટ્રીય મોડલ્સ : RRTS પેરિસમાં RER, જર્મની અને ઓસ્ટ્રિયામાં પ્રાદેશિક-એક્સપ્રેસ ટ્રેનો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સેપ્ટા પ્રાદેશિક રેલ જેવા સફળ આંતરરાષ્ટ્રીય મોડેલમાંથી પ્રેરિત છે.

whatsapp