ગુજરાત સરકારે સ્પેસ મેન્યુફેકચરિંગ કલસ્ટર સ્થાપવા માટે IN-SPACE સાથે MoU પર હસ્તાક્ષર કર્યા
- તાજેતરમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત્ત એજન્સી ‘ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર’(IN-SPACE) અને ગુજરાત સરકાર વચ્ચે MoUપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.
- આ MoUઅંતર્ગત સાણંદ ખાતે સ્પેસ મેન્યુફેકચરિંગ કલસ્ટર સ્થાપવામાં આવશે.
- IN-SPACEહેડક્વાર્ટર : બોપલ (અમદાવાદ)
- સ્પેસ ટેકનોલોજીનાં સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેકચરિંગ એકમો-ઉદ્યોગો આ કલસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઇડન્સ પુરૂં પાડશે.
- તેમજ બોપલમાં ઇન-સ્પેસ હેડકવાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.
IN-SPACE :-
- IN-SPACEએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (DOS) ની એક સ્વાયત્ત એજન્સી છે જે બિન-સરકારી સંસ્થાઓની વિવિધ અવકાશ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.
- જેમાં લોન્ચ વાહનો અને ઉપગ્રહોનું નિર્માણ અને અવકાશ-આધારિત સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.