× logo
  • Loading...

Statue of Oneness: 108 feet statue of Adi Shankaracharya unveiled in Madhya Pradesh


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે માંધાતા પર્વત પર આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.

  • અદ્ધેત લોક : તેમણે માંધાતા ટેકરી પર સ્થિત આ સંગ્રહાલયના નિર્માણ માટે શિલાન્યાસ

કર્યો હતો.

માંધાતા ટાપુ :-

  • આ ટાપુ નર્મદા નદી પર સ્થિત છે, જે 12 જ્યોતિર્લિંગ પૈકીના 2 જયોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર (ટાપુની દક્ષિણ બાજુએ આવેલ) અને અમરેશ્વરનું ગૃહ સ્થાન છે.
  • આ ટાપુ પર 14મી અને 18મી સદીના શૈવ, વૈષ્ણવ અને જૈન મંદિરો આવેલાં છે.
  • ઓમકારેશ્વર : આ નામ પવિત્ર ઉચ્ચારણ ‘ઓમ’જેવો આકાર ધરાવતા માંધાતા ટાપુ પરથી ઊતરી આવ્યું છે. આ નામનો અર્થ ‘ઓમકાર ભગવાન’એવો થાય છે.

સ્ટેચ્યુ ઓફ વનનેસ :-

  • આ પ્રતિમામાં શંકરાચાર્યને 12 વર્ષના બાળક તરીકે દર્શાવવામાં આવ્યાં છે.
  • ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાના પ્રમાણપત્ર આ માળખાને ‘એકાત્મતા કી પ્રતિમા’ તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્રતિમાના ડિઝાઇન ચિત્રકાર : વાસુદેવ કામથ
  • પ્રોજેકટના શિલ્પકાર : ભગવાન રામપુરે

આદિશંકરાચાર્ય :-

  • આ તેમનો જન્મ ઇ.સ. 788માં કેરળના કોચી નજીક કલાડી ગામે થયો હતો.
  • તેઓ શિવભકત હતા તેમજ તેમને આદિશંકર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તેમણે સનાતન ધર્મના પ્રચાર માટે ભારતમાં 4 સ્થળોએ 4 મઠોની સ્થાપના કરી.
  • તેમણે 33 વર્ષની ઉંમરે કેદારતીર્થ ખાતે સમાધિ લીધી હતી.

આદિશંકરાચાર્ય દ્વારા 4 દિશાઓમાં સ્થાપિત 4 મઠ

ક્રમ

દિશા

સ્થાપિત મઠ

સ્થળ

રાજ્ય

વિશેષતા

1

દક્ષિણ

શૃંગેરી મઠ

શૃંગેરી

કર્ણાટક

આ મઠમાં યજુર્વેદ રાખવામાં આવ્યો છે.

2

પૂર્વ

ગોવર્ધન મઠ

પુરી

ઓડિશા

આ મઠમાં ઋગ્વેદ રાખવામાં આવ્યો છે.

3

પશ્વિમ

શારદા મઠ

દ્વારકા

ગુજરાત

આ મઠમાં સામવેદ રાખવામાં આવ્યો છે.

4

ઉત્તર

જ્યોતિર્મઠ

બદ્રીનાથ

ઉત્તરાખંડ

આ મઠમાં અથર્વવેદ રાખવામાં આવ્યો છે.

whatsapp