Gujarat State Forest Department banned cultivation of “Conocarpus” tree.
- તાજેતરમાં વન વિભાગ દ્વારા વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
- નોંધનીય છે કે વિદેશી પ્રજાતિ કોનોકાર્પસથી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકારાત્મક અસરો જોવા મળે છે.
- કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરિકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે.
- કોનોકાર્પસ વૃક્ષ એ મૂળ અમેરિકાના તટીય ક્ષેત્રોનું મેંગ્રોવ વૃક્ષ છે.
- મોટાભાગે ફ્લોરિડા અને તેની આસપાસમાં ઊગતું આ વૃક્ષ પુરા વર્ષ દરમિયાન લીલું રહે છે જે દેખાવમાં લાંબુ અને શંકુ આકારનું હોય છે.