× logo
  • Loading...

Latest Blogs

ગુજરાતમાં પરિવહન

  •  GPSC 3     Subject
સડકમાર્ગ રેલમાર્ગ હવાઈમાર્ગ જળમાર્ગ

સડકમાર્ગ: ગુજરાતની સડકને મુખ્ય પાંચ વર્ગમાં વિભાજીત કરવામાં આવી છે. રાષ્ટ્રિય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લાનાં મુખ્ય માર્ગો, જિલ્લાનાં અન્ય માર્ગો, અને ગ્રામ્ય માર્ગો ગુજરાતમાં હાલમાં પાંચ ધોરી માર્ગો આવેલા છે. (1) અમદાવાદ – મુંબઈ – દિલ્હી (2) અમદાવાદથી કંડલા સુધીનો 372 કિ.મી સુધીનો ધોરીમાર્ગ (3) બામણ બોરથી પોરબંદર વચ્ચેનો 217 કિ.મી. લાંબો ધોરીમાર્ગ (4) ચીલોડાથી ગાંધીનગર થઈને સરખેજ સુધીનો 42 કિ.મી.નો ધોરીમાર્ગ (5) કંડલાથી પઠાણકોટ વચ્ચેનો 272 કિ.મી.નો ધોરીમાર્ગ

રેલમાર્ગ: ગુજરાતમાં રેલમાર્ગનો સારો એવો વિકાસ થયો છે. ગુજરાતમાં સૌપ્રથમ રેલેવેની શરૂઆત ઈ.સ.1885માં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી. ગુજરાતમાં રેલ્વેનો વધુ વિકાસ મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં થયો છે. ગુજરાતમાં આજે મીટરગેજનું પ્રમાણ સૌથી વધુ છે. રેલ્વેમાર્ગની સૌથી વધુ ગીચતા વડોદરા અને મુંબઈ વચ્ચે જોવા મળે છે.

હવાઈમાર્ગ: ગુજરાત હવાઈ પરિવહનનો વિકાસ પ્રમાણમાં ઓછો થયો છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, કેશોદ, ભૂજ, કંડલા, સુરત માં હવાઈ મથકો આવેલા છે. આ બધા મથકો દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરો સાથે વિમાની સેવાની સુવિધા ધરાવે છે. અમદાવાદનાં હવાઈ મથકને આંતર્રાષ્ટ્રીય હવાઈ મથક તરીકે વિકસાવવામાં આવ્યુ છે.

જળમાર્ગ: ગુજરાત રાજ્ય ભારતનો દરિયાકિનારો ધરાવતા 9 રાજ્યો માનુ એક છે. ગુજરાતને 1600કિ.મી. જેટલો દરિયા કિનારો મળ્યો છે. જે દેશનાં કુલ દરિયા કિનારાનો 28% જેટલો છે. ગુજરાતમાં જળમાર્ગોનો વિકાસ ખાસ કરીને દરિયા કિનારાનાં પ્રદેશોમાં વધુ થયો છે. ગુજરાતમાં આંતરિક જળમાર્ગોનો વિકાસ કિનારા પ્રદેશને બાદ કરતાં ખુબજ ઓછો થયો છે. ગુજરાતની મોટાભાગની નદીઓ સાંકડી, છીછરી, ઊંડી તથા બારેબાસ પાણી ન રહેતા જળમાર્ગ તરીકે ઉપયોગી બનતી નથી. જળમાર્ગ માટે માત્ર નર્મદા અને તાપી નદીઓ જ એમના મુખથી થોડા કિ.મી. સુધી સમગ્ર વર્ષ દરમિયાન જળમાર્ગ તરીકે ઉપયોગી છે.        

whatsapp