× logo
  • Loading...

Latest Blogs

ત્રિભુવનદાસ લુહાર (ઈ.સ.૧૯૦૮-૧૯૯૧)

  •  GPSC 3     General
આ કવિનું ઉપનામ “સુંદરમ્” છે. તેમનો જન્મ વીરપુરમાં થયો હતો.

ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર અને સુંદરમની કવિ બેલડી જાણીતી છે. તેમની કવિતામાં સામાજિક વિષમતાનો પુણ્યપ્રકોપ અને આર્થિક અસમાનતાનો વિદ્રોહ જોવા મળે છે. કાવ્યમંગલા, કોયાભગની કડવી વાણી, વસુધા, જાણીતા કાવ્ય સંગ્રહો છે. માજાવેલાનું મૃત્યુ અને ખોલકી જાણીતી વાર્તાઓ છે. શ્રેષ્ઠ પ્રણય કવિ છે. મહર્ષિ અરવિંદના પૂર્ણયોગ તરફ આકર્ષાયા અને આશ્રમના અંતેવાસી બન્યા ઈ.સ.૧૯૩૪ માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.

(23) ઉમાશંકર જોશી : (ઈ.સ.૧૯૧૧-૧૯૮૮)

વિશ્વશાંતિ કવિ તરીકે જાણીતા ગાંધીયુગના અગ્રણી સાહિત્યકાર છે. તેમનો જન્મ બામણા(જિ.સાબરકાંઠા)માં થયો હતો. તેમનું તખલ્લુસ “વાસુકિ” અને શ્રવણ છે, નિશીથ, પ્રાચીના(પધ નાટક), ગંગોત્રી એમના જાણીતા કાવ્યસંગ્રહો છે... તથા સાપના ભારા અને શહીદ તેમના એકાંકી સંગ્રહો છેં. સાહિત્યના તમામ પ્રકારો ખેડયા છે. ઈ.સ.૧૯૪૭ માં “સંસ્કૃતિ” માસિક શરૂ કર્યું. ઈ.સ.૧૯૬૬-૭૨ ગુજરાત યુનિ.ના કુલપતિ, ઈ.સ.૧૯૭૮-૮૩ દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ, ઈ.સ.૧૯૩૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ઈ.સ.૧૯૪૭ માં નર્મદચંદ્રક, ઈ.સ.૧૯૭૦-૭૬ રાજસભાના નિયુકત સભ્ય, ઈ.સ.૧૯૭૯-૮૨ વિશ્વભારતી યુનિ. શાંતિનિકેતનના કુલપતિ તરીકે રહ્યા. ઈ.સ.૧૯૮૧ માં વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર મળ્યો. ચિંતનપ્રધાન ઊર્મિ કવિ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાત કવિ છે. નિશીથ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો.

 

whatsapp