ઇન્ડિયા સ્કીલ્સ 2023-24 નો આરંભ અને વર્લ્ડ સ્કીલ્સ 2022 વિજેતાઓને સન્માનિત કર્યા
- GPSC 3 General
કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતના સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા કાર્યક્રમ ‘ઇન્ડિયા સ્કીલ્સ 2023-24’ નો પ્રારંભ કર્યો હતો.
- આ ઉપરાંત 46 મી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશન (WSC2022 સ્પેશિયલ એડિશન - WSC2022SE)ના વિજેતાઓને સન્માનિત પણ કર્યા હતાં.
ઇન્ડિયા સ્કીલ્સ :-
- તે એક કૌશલ્ય વિકાસ પ્રતિસ્પર્ધા છે જેનો ઉદ્દેશ્ય વિભિન્ન ક્ષેત્રોમાં વ્યક્તિઓનાં કૌશલ્યોને પ્રોત્સાહિત કરવા અને આગળ વધારવાનો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૌશલ્ય પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરવાનો છે.
- ઇન્ડિયા સ્કિલ્સ એ વિશ્વ કૌશલ્ય સ્પર્ધાની પુરોગામી છે તથા તે ભારતની સૌથી મોટી કૌશલ્ય સ્પર્ધા છે.
- ‘ઇન્ડિયા સ્કીલ્સ’ માં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા સહભાગીઓ વૈશ્વિક સ્પર્ધા માટે ‘47મીWSC’માં ભાગ લેશે, જેનું આયોજન સપ્ટેમ્બર, 2024 માં ફ્રાન્સના લિયોનમાં થશે.
સ્કિલ ઇન્ડિયા ડિજિટલ (SID) :-
- ભારતના કૌશલ્યો, શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને સમન્વય અને પરિવર્તન કરવાના ઉદ્દેશથી તૈયાર કરાયેલું તે એક ડિજિટલ પબ્લિક ઇન્ફાસ્ટ્રકચર (DPI) છે.
- તે કર્મચારીઓ અને નોકરીદાતાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને તેની મદદથી ઉદ્યોગની માંગ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસક્રમ બનાવી શકશે/ફેરફાર કરી શકશે.