ગુજરાત દીપોત્સવી અંક-2079 નું વિમોચન
- GPSC 3 General
તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના માહિતીખાતા દ્વારા સંપાદિત ગુજરાત દીપોત્સવી અંક-2079નું વિમોચન કરવામાં આવ્યું હતું.
- દીપોત્સવી અંક પ્રતિ વર્ષ ગુજરાત માહિતીખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- દીપોત્સવી અંક-2079 માં સર્વશ્રી ગુણવંત શાહ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા,અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડો. દિનકર જોષી, ડો.ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવાલબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમેથયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
- આ દીપોત્સવી અંક-2079 માં 31-અભ્યાસ લેખો, 36- નવલિકાઓ, 19-વિનોદિકાઓ, 11- નાટિકાઓ અને 102- કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.