31 ઓક્ટોબર સરદાર પટેલને 148મી જન્મ જયંતિ
- GPSC 3 General
દર વર્ષે 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- સરદાર પટેલની148મી જન્મ જયંતી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2014 થી કરવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી :-
- સરદાર પટેલની સ્મૃતિમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા કોલોની નજીક સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર બનાવવામાં આવી છે. આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નામ આપવામાં આવ્યું છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર (597 ફૂટ) છે, જે ગુજરાતની વિધાનસભા બેઠકોને પ્રદર્શિત કરે છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઇ 240 મીટર એટલે કે અંદાજીત (790 ફૂટ) છે.
- મૂર્તિના ડિઝાઇનર પ્રખ્યાત શિલ્પકાર રામ. વી. સુથાર છે.
- આ પ્રતિમાનો શિલાન્યાસ 2013માં કરવામાં આવ્યો હતો અને તેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા 31 ઓક્ટોબર, 2018 (સરદાર પટેલની 143મી જન્મજયંતી)એ કરવામાં આવ્યું હતું.