રા.વિ. પાઠક (ઈ.સ.૧૮૮૭-૧૯૫૫) ‘પ્રસ્થાન સામયિક સંપાદક – તંત્રી
- GPSC 3 General
એમનું પૂરું નામ છે: રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેમનો જન્મ ગાણોદ(અમદાવાદ)માં થયો હતો. પ્રથમ વાર્તાસંગ્રહ દ્વિરેફની વાતોથી પ્રસિધ્ધ થયા.
તેમના ત્રણ તખલ્લુસ છે. કાવ્યો “શેષ” ઉપનામથી, વાર્તાઓ “દ્વિરેફ” ઉપનામથી અને નિબંધો “સ્વૈરવિહારી” ઉપનામથી લખેલ. વિવેચન ક્ષેત્રે અજોડ કામ કરેલ છે. સાહિત્ય વિમર્શ, મનોવિહાર, બૃહતપિંગળ એમની વિવેચન ક્ષેત્રની ઉત્તમ કૃતિઓ છે. તેમની પ્રખ્યાત વાર્તાઓમાં “ખેમી”, “મુકુંદરાય” અને “જમનાનું પૂર” નો સમાવેશ થાય છે. ગાંધીયુગના સમર્થસર્જક છે.
(19) ઝવેરચંદ મેઘાણી : (ઈ.સ.૧૮૯૬-૧૯૪૭)
ચોટીલામાં જન્મેલ આ સાહિત્યકારે લોકસાહિત્યમાં અદભૂત કાર્ય કરેલ છે. સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, તુલસીકયારો, માણસાઇના દીવા એમની જાણીતી કૃતિઓ છે. ગાંધીજીએ એમને “રાષ્ટ્રીય શાયર” નું બિરુદ આપેલ. ઈ.સ.૧૯૨૮ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવેલ છે. (સૌ પ્રથમ) છેલ્લો કટોરો, છેલ્લી પ્રાર્થના, કોઇનો લાડકવાયો, શિવાજીનું હાલરડું સૂના સમંદરની પાળે, તલવારનો વારસદાર એમના પ્રખ્યાત કાવ્યો છે. સોરઠી બહારવટિયામાં ધીંગી ધરતીના ધીંગા માનવીની વેદના છે. માણસાઇના દીવા એ રવિશંકર મહારાજના મુખે કહેવાયેલી ગુજરાતના પાટણવાડિયા કોમની ત્યાગ અને બલિદાનની અને માનવતાની પ્રસંગ કથાઓ છે. સૌરાષ્ટ્રની રસધારમાં વ્રતગીતો, લગ્નગીતો, ભડલીવાક્યો, રાજિયો અને મરસિયા છે. તેમને કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મસ્ત મોરલો કહેવામાં આવે છે.