× logo
  • Loading...

Latest Blogs

પ્રદૂષણ-નિયંત્રણ કાયદાઓ

  •  GPSC 3     
પ્રદૂષણ-નિયંત્રણ બોર્ડ :

પ્રદૂષણ-નિયંત્રણ કાયદાઓ :

·         1972માં રોમ(ઇટાલી)ની શિખર પરિષદમાં એ વખતનાં ભારતનાં પ્રધાનમંત્રી સ્વ. ઇંદિરા ગાંધીની સક્રિય હાજરીને પરિણામે ભારતમાં પણ પર્યાવરણ અંગે જાગૃતિ આવી અને પર્યાવરણને જાળવી રાખવા માટેના કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. પર્યાવરણને આનુષંગિક ઘણા કાયદાઓની જોગવાઈઓ આ પહેલાં હતી, પણ ખાસ કરીને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ચાર કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. ભારતના બંધારણના પરિશિષ્ટ 7ની બીજી યાદી મુજબ પાણી એ રાજ્યનો વિષય છે. તેથી સંસદમાં પાણીને લગતો કાયદો કરવો હોય તો જે તે રાજ્યની વિધાનસભામાં સંમતિદર્શક ઠરાવ પસાર કરીને સંસદમાં મોકલવો પડે અને પછી એ રાજ્યમાં પાણીને લગતો કાયદો લાગુ પાડી શકાય. આ મુજબ પાણી (પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ)ને લગતો કાયદો 1974માં સંસદમાં પસાર કરવામાં આવ્યો અને તેને લગભગ બધાં જ રાજ્યોની વિધાનસભાઓએ સંમતિ આપી; તેથી બધાં રાજ્યોમાં આ કાયદો લાગુ પડે છે. આવું જ 1977ના પાણી (પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ) ઉપકર કાયદા વિશે થયું. ત્યારબાદ હવા(પ્રદૂષણનિવારણ અને નિયંત્રણ)ને લગતો કાયદો 1981માં પસાર થયો અને છેલ્લે પર્યાવરણ (રક્ષણ) કાયદો 1986માં પસાર થયો. પાણીના પ્રદૂષણને લગતો 1974નો કાયદો 1988માં તથા હવાના પ્રદૂષણને લગતો 1981નો કાયદો 1987માં સંશોધિત થયો. પાણી અંગેના કાયદા લાગુ પાડવા અંગે ઉપર દર્શાવેલી મર્યાદાને ધ્યાનમાં લેતાં બાકીના બધા કાયદાઓ ભારતમાં સર્વત્ર લાગુ પડે છે; કારણ કે તે ભારતીય સંસદે પસાર કરેલા છે.

 

પ્રદૂષણ-નિયંત્રણ બોર્ડ :

·         પ્રદૂષણને લગતા કાયદાનું સુયોગ્ય પાલન થાય તે માટે કેન્દ્ર તેમજ રાજ્યોમાં પ્રદૂષણનિયંત્રણ બોર્ડોની રચના કરવામાં આવી છે. આ બોર્ડમાં એક અધ્યક્ષ, એક સભ્ય સચિવ અને બીજા વધુમાં વધુ 15 સભ્યો હોય છે. આ સભ્યોમાં સરકારી, અર્ધસરકારી અને જુદા જુદા ક્ષેત્રની બિન-સરકારી વ્યક્તિઓ હોય છે. દરેક બોર્ડમાં વહીવટી, વૈજ્ઞાનિક અને તાંત્રિક કામગીરી માટે અધિકારી વર્ગની જોગવાઈ રાખી છે.

 

·         કાયદાઓની અસરકારકતા અને ત્રુટિઓ : આ કાયદાઓ નીચે ઘણી જ ભારે સજાઓની જોગવાઈઓ કરવામાં આવી છે; જેમાં મોટાભાગના ગુનાઓની સજામાં ઓછામાં ઓછી દોઢ વર્ષની સજાથી માંડી 6થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. વળી દંડની કોઈ મર્યાદા નથી. આમ આ કાયદાનો ઉપયોગ જૂજ કિસ્સાઓમાં થાય છે. આ જ તેની મોટી ત્રુટિ છે. સામાન્યત: જે મોટાભાગના ખટલા (કેસો) થાય છે તે જાહેર હિતના જોખમ નીચેના કાયદા મુજબ થાય છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે 1974માં પાણીને લગતો કાયદો પસાર થયાને 24 વર્ષ થવા આવ્યાં છતાં કાયદાના શિક્ષણમાં પર્યાવરણના કાયદાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આથી ધારાશાસ્ત્રીઓ ઘણી વાર આ કાયદા વિશે પૂરતી જાણકારી ધરાવતા હોતા નથી અને જરૂરિયાત મુજબ દલીલો કરીને બચાવ કરી શકતા નથી. આને કારણે ઘણા ખટલાઓ સફળ થતા નથી. ઔદ્યોગિક અદાલતોના ધોરણે પર્યાવરણની જાળવણી માટે જુદી કોર્ટોની જરૂરિયાત વિશે વખતોવખત સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિશ્રીઓની પણ ભલામણો થયેલી છે. આવી કોર્ટોના અભાવે પ્રદૂષણ અંગેના ખટલાઓમાં ખૂબ જ વિલંબ થાય છે તથા પર્યાવરણને થતું નુકસાન લાંબો વખત ચાલુ રહે છે. આ કાયદાઓની બીજી અગત્યની જોગવાઈ એ છે કે સામાન્ય વ્યક્તિ આ કાયદા નીચે ફરિયાદી થઈ શકતી નથી. ફક્ત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ ફરિયાદી થઈ શકે છે. સામાન્ય જનતામાંથી કોઈએ ફરિયાદી થવું હોય તો બોર્ડની પૂર્વમંજૂરી લેવી આવશ્યક રહે છે. અથવા બોર્ડને મંજૂરી માટેની અરજી કર્યા બાદ 60 દિવસ પછી ફરિયાદ થઈ શકે છે. આ જોગવાઈનો હેતુ ગમે તે હોય, સામાન્ય જનતા આ કાયદાની બાબતમાં લાચાર સ્થિતિમાં આવી જાય છે. (જુઓ : પાણી કાયદાની કલમ 49.)

 

·         બંધારણના 48–A ના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવું, જંગલો સાચવવાં, પશુ અને વન્ય સૃષ્ટિની જાળવણી કરવી તથા તેનું રક્ષણ કરવું તેવા આદેશો આપવામાં આવ્યા છે. બંધારણની કલમ 51–Aમાં મૂળભૂત ફરજો દર્શાવાઈ છે, જેમાં પણ પર્યાવરણરક્ષણને નાગરિકની મૂળભૂત ફરજ તરીકે આવરી લેવામાં આવેલી છે.

 

·         જાગ્રત નાગરિક શ્રી એમ. સી. મહેતાએ 1991માં સર્વોચ્ચ ન્યાયાલયમાં કેન્દ્ર સરકાર અને તેનાં જુદાં જુદાં ખાતાંઓ વિરુદ્ધ પર્યાવરણની જાળવણી અંગે જાગ્રતતા લાવવા માટે રિટ અરજી દાખલ કરેલ, જેની સુનાવણી કરી વિદ્વાન ન્યાયમૂર્તિઓ સર્વશ્રી જી. એન. રે અને એ. આનંદે 22 નવેમ્બર 1991ના રોજ લંબાણપૂર્વક ચુકાદો આપતાં ઘણી માર્ગદર્શક સૂચનાઓ (directions) આપી છે, જે ટૂંકમાં નીચે મુજબ છે : (1) સિનેમા ઘરો અને વીડિયો પાર્લરના શોમાં પર્યાવરણની જાળવણી અંગે ઓછામાં ઓછી બે સ્લાઇડો દર્શાવવી. પર્યાવરણ મંત્રાલય આ માટે જરૂરી સ્લાઇડો તૈયાર કરે. જિલ્લા ક્લેક્ટરે આવી સ્લાઇડો નિયમિત રીતે દર્શાવાય તે જોવું; (2) રેડિયો-પ્રસારણમાં તેમજ દૂરદર્શનમાં પર્યાવરણની જાળવણીની જરૂરિયાત બાબતે નિયમિત રીતે જાહેરાતો આવે તે માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે કાર્યવહી કરવી. (3) શિક્ષણ વિભાગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા સ્નાતક કક્ષાના બધા અભ્યાસક્રમોમાં પર્યાવરણ અને તેની જાળવણી અંગેનો વિષય ફરજિયાત વિષય તરીકે દાખલ કરવો.

 

·         પર્યાવરણનો થતો હ્રાસ રોકવા, સામાન્ય પ્રજાજનમાં જાગ્રતતા લાવવી ખૂબ જરૂરી છે.

whatsapp