× logo
  • Loading...

Latest Blogs

કમ્પ્યુટર

  •  GPSC 3     Subject
ત્રીજી પેઢીના કમ્પ્યુટર (1965-1971), ચોથી પેઢીના કમ્પ્યુટર (1971-1980), પાંચમી પેઢીના કમ્પ્યુટર (1980-અત્યાર સુધી)

ત્રીજી પેઢીના કમ્પ્યુટર (1965-1971)

·         બીજી પેઢીના કમ્પ્યુટરમાં તમે જોયું કે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો પણ હવે ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (Integrated Circuits – IC)નો ઉપયોગ થતો હતો.

·         એક જ IC ખૂબ મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટરને પેક કરી શકે છે જેના લીધે તેની શક્તિમાં વધારો થયો છે અને તેનો ખર્ચો ઘટ્યો છે. કમ્પ્યુટર વધારે કાર્યક્ષમ અને કદમાં નાનું બન્યું.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ટાઈમ શેરિંગ, રિમોટ પ્રોસેસિંગ, મલ્ટી-પ્રોગ્રામિંગનો ઉપયોગ થતો હતો.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં FORTRON-II  TO IV, COBOL, PASCAL PL/1, ALGOL-68 જેવી ઊંચા સ્તરની પ્રોગ્રામિંગ ભાષાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ત્રીજી પેઢીના કેટલા લોકપ્રિય કમ્પ્યુટરના નામ:

·         IBM-360 series

·         IBM-370/168

·         Honeywell-6000 series

·         PDP(Personal Data Processor)

·         TDC-316

ચોથી પેઢીના કમ્પ્યુટર (1971-1980)


·         આ પેઢીના કમ્પ્યુટરમાં ખૂબ મોટા પાયે ઇન્ટિગ્રેટેડ સર્કિટ (VLSI) સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં લાખો ટ્રાંઝિસ્ટર અને ઘણા સર્કિટ એલિમેંટ હતા. આ પેઢીના કમ્પ્યુટર નાના, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવા, શક્તિશાળી, ઝડપી અને સસ્તા બન્યા.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં રિયલ ટાઇમ, ટાઈમ શેરિંગ અને ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થતો.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં C, C++, DBASE જેવી પ્રોગ્રામિંગ ભાષાઓનો પણ ઉપયોગ થતો હતો.

ચોથી પેઢીના લોકપ્રિય કમ્પ્યુટરના નામ:

·         DEC 10

·         STAR 1000

·         PDP 11

·         CRAY-1 (સુપર કમ્પ્યુટર)

·         CRAY-X-MP (સુપર કમ્પ્યુટર)

પાંચમી પેઢીના કમ્પ્યુટર (1980-અત્યાર સુધી)


·         ચોથી પેઢીમાં VLSI (Very Large-Scale Integration) ટેક્નોલોજીનો ઉપયોગ થતો હતો પણ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં VLSI ની જગ્યાએ ULSI (Ultra Large Scale Integration) ટેક્નોલોજી આવી હતી.

·         ULSI ટેક્નોલોજીને કારણે માઇક્રોપ્રોસેસર ચિપમાં કરોડો ઇલેક્ટ્રીક ઘટકો ઉમેરવું શક્ય બન્યું છે.

·         આ પેઢીના કમ્પ્યુટર Parallel Processing Hardware અને કૃત્રિમ બુદ્ધિ (AI) સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં ઘણી પ્રોગ્રામિંગ ભાષા વપરાય છે જેમ કે C, C++, Java, .Net, Python વગેરે.

પાંચમી પેઢીના લોકપ્રિય કમ્પ્યુટરના નામ:

·         Desktop

·         Laptop

·         NoteBook

·         UltraBook

·         ChromeBook


whatsapp