× logo
  • Loading...

Latest Blogs

કમ્પ્યુટર

  •  GPSC 3     Subject
કમ્પ્યુટરની પેઢીઓ – Generations of Computer Part-1

·         આપણે આગળ જોયું કે પહેલા ગણતરી કરવા માટે હાડકાં, મણકા, લાકડી વગેરે ઉપયોગ થતાં હતા અને પછી યાંત્રિક (Mechanical) મશીન આવ્યા હતા. ત્યારબાદ હવે ઈલેક્ટ્રોનિક કમ્પ્યુટર આવ્યા હતા જેમાં સર્કિટનો ઉપયોગ થવા માંડ્યો છે.

·         જે સમયએ જે બદલાવો કમ્પ્યુટરમાં આવ્યા એ પ્રમાણે તેને પેઢીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમ કમ્પ્યુટરની પેઢીઓ આગળ વધી તેમ તેમાં રહેલી સર્કિટ પણ નાની થતી ગઈ.

·         આ સર્કિટ નાની થવાને લીધે કમ્પ્યુટરની ઝડપ અને શક્તિ પણ વધી.

·         ચાલો હવે આપણે કમ્પ્યુટરની પાંચ પેઢીઓ વિશે જાણીએ.


પ્રથમ પેઢીના કમ્પ્યુટર (1946-1959)

·         આ પેઢીના કમ્પ્યુટર આકારમાં વિશાળ, ધીમા અને ખર્ચાળ હતા. આ કમ્પ્યુટરમાં CPU અને મેમરીના મૂળભૂત ઘટકો તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યુટર બેચ ઓપરેટિંગ સિસ્ટમ અને પંચ કાર્ડ ઉપર આધારિત હતા.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં ઈનપુટ અને આઉટપુટ ડિવાઇસ તરીકે મેગ્નેટિક ટેપ અને પેપરટેપનો ઉપયોગ થતો હતો.

પ્રથમ પેઢીના લોકપ્રિય કમ્પ્યુટરના નામ :

·         ENIAC (ઈલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇંટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર – Electronic Numerical Integrator and Computer)

·         EDVAC (ઈલેક્ટ્રોનિક ડિસ્ક્રીટ વેરિએબલ ઓટોમેટિક કમ્પ્યુટર – Electronic Discrete Variable Automatic Computer)

·         UNIVAC I (યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર – Universal Automatic Computer)

·         IBM-701

·         IBM-650



બીજી પેઢીના કમ્પ્યુટર (1959-1965)

·         બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો જે સસ્તા, પહેલા કરતાં નાના અને ઓછા પાવરનો વપરાશ કરતાં હતા. ટ્રાન્ઝિસ્ટર (Transistor) કમ્પ્યુટર, પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં વધારે ઝડપી હતા.

·         આ પેઢીના કમ્પ્યુટરમાં ચુંબકીય કોર (Magnetic Core)નો ઉપયોગ પ્રાથમિક મેમરી તરીકે થતો હતો અને ચુંબકીય ડિસ્ક અને ટેપનો ઉપયોગ ગૌણ મેમરી (Secondary Memory) તરીકે થતો હતો.

·         આ કમ્પ્યુટરમાં બેચ પ્રોસેસિંગ અને મલ્ટીપ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ અને સાથે એસેમ્બલી ભાષા અને પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે COBOL અને FORTRANનો પણ ઉપયોગ થતો હતો.

બીજી પેઢીના લોકપ્રિય કમ્પ્યુટરના નામ :

·         IBM 1620

·         IBM 7094

·         CDC 1604

·         CDC 3600

·         UNIVAC 1108

whatsapp