× logo
  • Loading...

Latest Blogs

કુદરતી સંપત્તિ : દક્ષિણ ભારતની નદીઓ

  •  GPSC 3     Subject
ગોદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા અને કાવેરી પશ્ચિમઘાટના પહાડોમાંથી નીકળે છે.

4.4.3- દક્ષિણ ભારતની નદીઓ :

- દક્ષિણ ભારતની નદીઓમાં નર્મદા, તાપી અને મહાનદી મધ્યભારતના પહાડોમાંથી નીકળે છે.

- જયારે ગોદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા અને કાવેરી પશ્ચિમઘાટના પહાડોમાંથી નીકળે છે.

- ફકત નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહી અરબસાગરને મળે છે.

- આમાં કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો જોગ (ગેરસપ્પા)નો ધોધ જાણીતો છે.

« નર્મદા

- નર્મદા નદી મધ્યપ્રદેશમાં વિંંધ્યાચળના અમરકંટકના ડુંગરમાંથી નીકળીને વિંધ્ય અને સાતપુડા વચ્ચેની ખીણમાં થઈને ગુજરાતના મેદાનોમાં પ્રવેશે છે.

- નર્મદા ભરૂચ પાસે ખંભાતના અખાતને મળે છે.

- જબલપુર પાસે નર્મદા પર ધુંઆધારનો ધોધ આવેલો છે.

- ગુજરાતમાં આ નદી પર નવાગામ પાસે મોટો બંધ બંધાયેલ છે, જે સરદાર સરોવર તરીકે ઓળખાય છે.જેનાથી પડોશી રાજયોને સિંચાઇ તથા જળવિદ્યુતની સુવિધા ઉપલબ્ધ થશે.

« તાપી o

- તાપી નદી સાતપુડાની હારમાળામાંથી નીકળી નર્મદાની દક્ષિણે લગભગ સમાંતરે વહે છે અને તે ગુજરાતમાં સુરત પાસે ખંભાતના અખાતને મળે છે.

- આ નદીની લંબાઈ આશરે ૭૦૦ કિ.મી. છે.

- તાપી નદી પર કાકરાપાર અને ઉકાઈ એમ બે સ્થળે બંધો બાંધવામાં આવ્યા છે. સિંચાઈ અને જળવિદ્યુત માટે તેનો ઉપયોગ થાય છે.

- તાપી નદી પર સુરત શહેર આવેલું છે.

« મહાનદી o

- મહાનદી મધ્યભારતમાં આવેલા મૈકલના ડુંગરોમાંથી નીકળી ઓરિસ્સામાં વહીને કટક પાસે બંગાળાની ખાડીને મળે છે.

- ઓરિસ્સાની તે સૌથી મોટી નદી છે.

- મહાનદીની લંબાઈ આશરે ૮૯૦ કિ.મી. છે.

- ચોમાસામાં મહાનદીમાં ભારે પૂર આવે છે ત્યારે તે ગાંડીતૂડ બનીને ઓરિસ્સાના તેના કાંઠા વિસ્તારમાં ભારે હોનારત સર્જે છે.

- આ નદી પર હિરાકુંડ યોજના બંધાઈ છે.

«  ગોદાવરી, તુંગભદ્રા, કૃષ્ણા અને કાવેરીઃ

- દક્ષિણ ભારતની આ મહત્વની નદીઓ છે.

- તુંગભદ્રા સિવાયની આ બધી નદીઓ પૂર્વે તરફ વહી બંગાળાની ખાડીને મળે છે.

- ગોદાવરી પશ્ચિમઘાટમાં નાસિક પાસે આવેલા ત્ર્યંબકનાં ડુંગરમાંથી નીકળે છે.

- ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં થઈને વહે છે.

- આ નદીને ઉત્તરથી પેનગંગા અને વેનગંગા નદીઓ મળે છે.

- કૃષ્ણાનદી પશ્ચિમઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળે છે.

- તે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈ બંગાળાની ખાડીને મળે છે.

- કૃષ્ણા નદીને વહેણમાર્ગમાં તેને ઉત્તરેથી ભીમાનદી અને દક્ષિણેથી તુંગભદ્રા નદી મળે છે.

- કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર નામે બંધ બાંધવામાં આવ્યો છે.

- વિજયવાડા કૃષ્ણા પર આવેલું મોટુ શહેર છે.

- મીઠા પાણીનું કોલરનામનું બીજુ સરોવર ગોદાવરી અને કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશની મધ્યમાં છે.

- પૂર્વ કિનારે ઓરિસ્સામાં ચિલ્કા અને તમિલનાડુમાં પુલિકટ નામના ખારા પાણીનાં લગૂન (દરિયાઈ સરોવરો) છે.

- આ સરોવરો સમુદ્ર સાથે જોડાયેલા છે.

- રાજસ્થાનમાં જયપુર પાસે સાંભર સરોવર આવેલું છે.

- સાંભર સરોવરનું પાણી ખારૂં છે, તેથી મીઠું પકવવામાં તેનો ઉપયોગ થાય છે.

- ગુજરાતમાં નળસરોવર ખારા પાણીનું સરોવર છે.

- આ સરોવરોમાં હિમાચલ પ્રદેશમાં સતલુજ નદી પરનું ગોવિંદસાગર, મધ્યપ્રદેશમાં ચંબલ નદી પરનું ગાંધીસાગર, આંધ્રપ્રદેશમાં માંજરા નદી પરનું નિઝામસાગર અને કૃષ્ણા નદી પરનું નાગાર્જુનસાગર તથા ગુજરાતમાં નર્મદા નદી પરનું સરદાર સરોવર જાણીતાં છે.


 

whatsapp