પ્રાકૃતિક રચના : પશ્ચિમ કિનારાનું મેદાન
- GPSC 3 Subject
ભારતના પશ્ચિમકિનારે અને પશ્ચિમઘાટની વચ્ચે આવેલું મેદાન પશ્ચિમકિનારાનું મેદાન કહેવાય છે.
2.5 - પશ્ચિમ કિનારાનું મેદાન :
- ભારતના પશ્ચિમકિનારે અને પશ્ચિમઘાટની વચ્ચે આવેલું મેદાન
પશ્ચિમકિનારાનું મેદાન કહેવાય છે. એ મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે.
- ઉત્તરનો ભાગ 'ગુજરાતના મેદાન' તરીકે, મધ્યભાગ,
'કોંકણના મેદાન' તરીકે અને દક્ષિણનો ભાગ 'મલબારના મેદાન' તરીકે ઓળખાય છે.
- આ મેદાન ખૂબ જ ફળદ્રુપ છે.
- મુંબઈ, ગોવા,મેંગલોર,
કાલિકટ, કોચીન વગેરે આ
મેદાનના કિનારે આવેલા જાણીતા બંદરો અને મોટા શહેરો છે.
- અરવલ્લી ગિરિમાળાની પશ્ચિમે આવેલો રાજસ્થાનનો પશ્ચિમભાગ
અને કચ્છનો સૂકો પ્રદેશ રણ પ્રદેશ છે.
- તેની જમીન મોટાભાગે રેતાળ છે.
- આ રણપ્રદેશ ભારતીય મહામરૂસ્થળ તરીકે જાણીતો છે.
- તેના ધણાં ભાગમાં જમીન ક્ષારવાળી છે.
- અહીં આવેલું સાંભર ખારા પાણીનું સરોવર છે.