× logo
  • Loading...

Latest Blogs

પ્રાકૃતિક રચના : દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ

  •  GPSC 3     Subject
આ પ્રદેશ ત્રિકોણાકારે વિસ્તરેલો છે.

2.3 - દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ :


- ઉત્તરના મેદાની પ્રદેશની દક્ષિણે આ પ્રદેશ આવેલો છે.

- આ પ્રદેશ ત્રિકોણાકારે વિસ્તરેલો છે.

- તે ખૂબ જૂના અને સખત ખડકનો બનેલો છે.

- તેનો મોટો ભાગ દક્ષિણ ભારતમાં આવેલો હોવાથી તે 'દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ' પણ કહેવાય છે.

- માળવાના ઉચ્ચપ્રદેશના વાયવ્ય ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે.

- આ ભારતની સૌથી જૂની ગિરિમાળા છે. તેમાં આબુ પર્વત આવેલો છે.

- ગુરૂશિખર એનું સૌથી ઉંચુ (૧૭રર મીટર) શિખર છે.

- માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણે વિંધ્યાંચળની ગિરિમાળા આવેલી છે.

- વિંધ્યાચળમાંથી નીકળતી ચંબલ અને બેતવા નદીઓ ઉત્તર તરફ વહી યમુનાને મળે છે.

- વળી, દક્ષિણમાં મૈકલ પર્વતમાંથી નીકળતી શોણ નદી પણ ઉત્તર તરફ વહી ગંગાને મળે છે.

- આ નદીઓના વહેણ પરથી જણાય છે કે માળવાના ઉચ્ચપ્રદેશનો ઢોળાવ ઉત્તર તરફનો છે.

- દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં ઈશાન ભાગમાં તે 'છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ' કહેવાય છે.

- જયારે તેનો એક દક્ષિણનો ભાગ 'કર્ણાટકના ઉચ્ચપ્રદેશ' તરીકે ઓળખાય છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તરે સાતપુડા, મહાદેવ મૈકલ અને રાજમહાલના ડુંગરો આવેલા છે.

- સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ એકબીજાને લગભગ સમાંતર છે.

- મહાદેવ પર્વતમાં પંચમઢી (૧૩પ૦ મીટર) અને રાજમહલમાં પારસનાથ (૧૩૬૬ મીટર) શિખરો આવેલા છે.

- આ ઉચ્ચપ્રદેશની પશ્ચિમે પશ્ચિમઘાટ અને પૂર્વે પૂર્વ ઘાટની ગિરિમાળાઓ આવેલી છે.

- પશ્ચિમઘાટની ગિરિમાળા ઊંંંચી અને લગભગ અતૂટ છે. તેની સરેરાશ ઊંંચાઈ આશરે ૧૦૭૦ મીટર જેટલી છે.

- આ ગિરિમાળામાં કળસુબાઈ (૧૬૪૬ મીટર) અને મહાબળેશ્વર (૧૪૩૮ મીટર) મુખ્ય શિખરો આવેલા છે.

- થોરઘાટ, ભોરઘાટ અને પાલઘાટ આવેલા છે.

- આ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુએ આવેલી પૂર્વઘાટની ગિરિમાળા તૂટક છે.

- તેની સરેરાશ ઉંચાઈ આશરે ૪પ૦ મીટર જેટલી છે.

- દક્ષિણ ભારતની પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી વગેરે નદીઓએ આ પર્વતમાળાને રહેવા દીધી નથી.

- દક્ષિણે નીલગિરિ પર્વત પાસે પશ્ચિમ ઘાટ અને પૂર્વઘાટની ગિરિમાળાઓ એકબીજામાં ભળી જાય છે.

- નીલગિરિ પર્વતનું ઉંચુ શિખર દોદાબેટ્ટા (ર૬૩૭ મીટર) છે.

- નીલગિરિ દક્ષિણ છેડે કોર્ડેમમની ટેકરીઓ આવેલી છે.

- દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો કેટલોક ભાગ લાવાના ખડકોના થરોનો બનેલો છે.

- આ ખડકોમાંથી બનેલી કાળી અને ચીકણી જમીન ખૂબ જ ફળદ્રુપ ગણાય છે.

- કપાસ અને શેરડીની ખેતી માટે બહુ જ અનૂકુળ છે. તેનો કેટલોક ભાગ ખનીજ સંપત્તિથી ભરપૂર છે.

- તાંબુ, સીંસું, સોનું, મેંગેનીઝ, અબરખ, કોલસો, લોખંડ વિગેરે વિવિધ ખનીજો અહીંથી મળી આવ્યા છે.

- ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયા કિનારે સાંકડા મેદાનો આવેલા છે.

- આથી, આ મેદાનોને 'પૂર્વકિનારાનું મેદાન' અને 'પશ્ચિમ કિનારાનું મેદાન' એમ બે ભાગમાં વહેંચવમાં આવ્યા છે.

 

 

whatsapp