ભારતની ભૂગોળ
- GPSC 3 Subject
સૂર્યમંડળ
સૂર્ય અને તેની આસપાસ ફરતા અવકાશમાંના પદાર્થોના સમૂહને ‘સૂર્યમંડળ’ કહે છે. તેમાં
ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુઓ અને
ખરતાતારાઓ છે,
જેની માહિતી નીચે
મુજબ છે :
1. સૂર્ય : સૂર્ય ધગધગતો
પ્રકાશિત વાયુરૂપ ગોળો છે. સૂર્યમાંથી આપણી પૃથ્વી છૂટી પડી છે. પૃથ્વી સૂર્યની આસપાસ
ફરે છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો અને પૃથ્વીથી 14,95,03,923 કિમી દૂર છે.
તેના પ્રકાશને પૃથ્વી પર પહોંચતાં 8.25 મિનિટ લાગે છે.
2. ચંદ્ર : ચંદ્ર પૃથ્વીનો
ઉપગ્રહ છે. તે પૃથ્વીથી 3,81,597.5 કિમી દૂર છે. તેને પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં 27 દિવસ, 7 કલાક, 43 મિનિટ અને 11.47 સેકન્ડનો સમય
લાગે છે. તેનો વ્યાસ 3,476 કિમી છે.
3. પૃથ્વી : સૂર્યમાંથી છૂટો
પડી ગુરુત્વાકર્ષણને લીધે સૂર્યની આસપાસ ફરતો એક ગ્રહ છે.
4. ઉપગ્રહો : ગ્રહોમાંથી છૂટા
પડી તેમની આસપાસ ફરનાર પદાર્થોને ઉપગ્રહ કહે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે.
5. તારા : તારા એટલે અનંત
વિશ્વમાં આવેલા બીજા સૂર્ય. કેટલાક તારાઓ તો સૂર્ય કરતાં પણ ઘણા મોટા છે અને
સૂર્યની માફક સ્વયંપ્રકાશિત છે. તારાઓના સમૂહને ‘તારામંડળો’ કહે છે.
તારામંડળોની સંખ્યા 87 છે.
6. ધ્રુવનો તારો : આ તારો સ્થિર
છે. તે ઉત્તર દિશામાં જ દેખાય છે.
7. કક્ષા : એક અવકાશી
પદાર્થ અન્ય અવકાશી પદાર્થની આજુબાજુ જે માર્ગે પ્રદક્ષિણા કરે તેને ‘કક્ષા’ કહે છે. પૃથ્વીની
કક્ષા લંબગોળ છે.
8. આકાશગંગા : આકાશમાં
પથરાયેલો નદી જેવો ઝાંખોસફેદપટ્ટોદેખાયછેતેને‘આકાશગંગા’ કહે છે. આકાશગંગામાં
અસંખ્ય તારામંડળો, નિહારિકાઓ અને સૂર્યમંડળો આવેલાં છે.
9. નીહારિકા : તારામંડળમાં
ફેલાઇ રહેલા ધગધગતા અને પાતળા વાયુનાં સફેદ ધાબાં જેવાં વાદળોના પ્રકાશિત સમુદાયને
‘નીહારિકા’ કહે છે. તારાઓ, સૂર્યમંડળ વગેરે
નીહારિકાથી બનેલા છે.
10. ઉલ્કા (ખરતા
તારા) : ખરતા તારા વાસ્ત્વમાં તારા નથી, પરંતુછૂટાપડેલાઅવકાશીપદાર્થોછે.પૃથ્વીના
ગુરુત્વાકર્ષણમાં આવતા હવા સાથેના ઘર્ષણને લીધે ઉત્પન્ન થતી ગરમીથી અવકાશી પદાર્થો
સળગી જાય છે.
11. ધૂમકેતુ
(પૂંછડિયો તારો) : આ તારાઓ નથી પણ સ્વપ્રકાશિત ગ્રહો છે. તેઓ
સૂર્યની આસપાસ અનિયમિત કક્ષામાં ફરે છે. તેમાંથી લાખો કિલોમીટરની લાંબી પૂંછડી
નીકળેલી હોય છે. તેનું માથું સૂર્ય તરફ હોય છે.
12. સપ્તર્ષિ : ઉત્તર દિશામાં
ધ્રુવના તારાની નજીક આવેલો સાત તારાઓનો સમૂહ, જે ધ્રુવના તારાની
આજુબાજુ ફરે છે.
13. પ્રકાશવર્ષ : અવકાશી
પદાર્થોનું અંતર માપવા આ એકમ વપરાય છે. પ્રકાશ એક સેકન્ડમાં 2,99,792 કિલોમીટર
પ્રમાણે 1 વર્ષમાં જે અંતર
કાપે, તેને એક ‘પ્રકાશવર્ષ’ કહે છે.
14. સૂર્યગ્રહણ : સૂર્યની આસપાસ
પૃથ્વી ફરે છે,
તે જ સમયે
પૃથ્વીની આસપાસ ચંદ્ર કરે છે. ચંદ્ર અને પૃથ્વી બંનેના પરિક્રમણ દરમિયાન પૃથ્વી
અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવવાથી પૃથ્વી પરથી સૂર્ય જોઇ શકાતો નથી. આને ‘સૂર્યગ્રહણ’કહે છે. તે
અમાસના દિવસે થાય છે.
15. ચંદ્રગ્રહણ : ચંદ્ર અને
પૃથ્વીના પરિક્રમણ દરમિયાન સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે તેનો પડછાયો
ચંદ્ર પર પડે છે. આથી ચંદ્ર જોઇ શકાતો નથી. આને ‘ચંદ્રગ્રહણ’ કહે છે.તે પૂનમના
દિવસે થાય છે.
16. રાશિ-નક્ષત્ર : આકાશમાં સૂર્ય
જે માર્ગે ખસતો દેખાય છે. તેને ક્રાંતિવૃત કહે છે. આ માર્ગ પર એકબીજાથી લગભગ સરખે
અંતરે આવેલા સમૂહને નક્ષત્રો કહે છે. રાશિ બાર છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓએ 27 નક્ષત્રો ઓળખી
બતાવ્યાં છે.
17. બુધ : આ ગ્રહ પોતાની
ધરી પર 70°નું નમન ધરાવે
છે. તે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ માત્ર થોડો સમય દેખાય છે. સૂર્ય તરફના
ભાગે તાપમાન 350° સે હોય છે. જયારે
તેની વિરુધ્દ્વમાં 0° સે થી પણ ઓછું હોય છે.
18. શુક્ર:આ ચમકતા ગ્રહની
આસપાસ વાયુઓ અને વાદળોનાં ઘટ્ટ આવરણો છે. આ ગ્રહ પૃથ્વીથી નજીકનો અને સૌથી તેજસ્વી
છે.
19. મંગળ : આ ગ્રહમાં સજીવ
સૃષ્ટિની શકયતા છે. અહીં વાતાવરણ છે. ઉષ્ણતામાન 26.5°સેથી 40°સે છે. આ ગ્રહ લાલ
રંગનો છે.
20. ગુરુ : રાતા ટપકા જેવો
દેખાતો આ ગ્રહ ખૂબ ઝડપથી પોતાની ધરીની આસપાસ ફરે છે.
21. શનિ : ગુરુ પછી કદમાં
સૌથી મોટો ગ્રહ છે. તેના વિષુવવૃત્તની ફરતે અનેક વલયો છે.
22. પ્લૂટો : સૌથી દૂરનો ઠંડો
ગ્રહ છે.