મહાગુજરાત આંદોલનનો ઈતિહાસ
- GPSC 3 Subject
મહાગુજરાતમાંથી ગુજરાત રાજયનો ઉદભવ કેવી રીતે થયો તેનો ઈતિહાસ જાણવો ખૂબ જરૂરી છે.
મહાગુજરાતની રચના માટેના આંદોલનને
લગભગ 50થી વધુ વર્ષ થઈ ગયા
છે અને તેમાં ભાગ લેનારા મોટાભાગના અગ્રણીઓ સ્વર્ગમાં સીધાવી ગયા છે ત્યારે મહાગુજરાતમાંથી
ગુજરાત રાજયનો ઉદભવ કેવી રીતે થયો તેનો ઈતિહાસ
જાણવો ખૂબ જરૂરી છે.
મહાગુજરાત આંદોલનમાં મુખ્ય ત્રણ રાજકીય પરિબળો હતા. (1) પ્રજાસમાજવાદી
કાર્યકારો (2) કોગ્રેસમાંથી મહાગુજરાતના સવાલ ઉપર છૂટા પડેલા લોકોનું
જૂથ અને (3) સામ્યવાદી
પક્ષનું જૂથ. એમ ત્રણ રાજકીય પરિબળોએ ભેગા મળીને મહાગુજરાત જનતા પરિષદ બનાવી હતી. તેમાં
સૌથી વધારે ફાળો પ્રજા સમાજવાદી કાર્યકારોએ જ આપેલો હતો. મહાગુજરાત ચળવળ માટે બનેલી
પરિષદના પ્રમુખ સ્થાને સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકની વરણી કરવામાં આવી હતી. આમ જોઈએ તો મહાગુજરાત આંદોલનને
બે વિભાગમાં વહેંચી શકાય. (1) ગુજરાતના
અલગ રાજયની રચના અને (2) આંદોલનમાં
શહીદ થયેલા નવજુવાનોનું 'શહીદ સ્મારક'. મહાગુજરાત
આંદોલનમાં વધારે પડતા તોફાનો ફાટી નીકળવાનું મુખ્ય કારણ શહીદોની ખાંભીઓ ઉપાડી લેતાં
પ્રજામાં આપોઆપ રોષની લાગણી છવાઈ જતાં તોફાનો ફાટી નીકળ્યા હતા. તેના માટે શહીદ સ્મારક
માટેનો જેલભરો સત્યાગ્રહ તા. 17-8-1958થી તા. 1-4-1959 સુધી લગભગ 226 દિવસ સતત ચાલતો રહૃાો હતો. આંદોલનમાં ભાગ લેવા નીકળેલા સત્યાગ્રહીઓ ઘેરથી તેમ સમજીને
જ નીકળતા કે તેઓએ જેલમાં જવાનું નકકી જ છે. દરેક ટુકડીનું નેતૃત્વ અલગ અલગ વ્યકિતઓના
હાથમાં સોંપવામાં આવ્યું હતુ જેથી પદ્ધતિ
સરનું આયોજન થઈ શકયું હતું.