× logo
  • Loading...

Latest Blogs

સાહિત્યના યુગો; અર્વાચીન યુગ (અનુગાંધીયુગ): રાજેન્દ્ર શાહ, મનુભાઇ પંચોલી, અમૃત ઘાયલ

  •  GPSC 3     Subject
સાહિત્યના યુગો; અર્વાચીન યુગ (અનુગાંધીયુગ): રાજેન્દ્ર શાહ, મનુભાઇ પંચોલી, અમૃત ઘાયલ

(D) અનુગાંધીયુગ

 (1) રાજેન્દ્ર શાહ (ઈ.સ.૧૯૧૩-૨૦૧૦)

કપડવંજમાં જન્મેલા કવિ અગ્રણી ઊર્મિકવિ છે. ઉત્તમ ગીતકવિ છે. કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા છે. ધ્વનિઆંદોલનનિરૂદેશેદક્ષિણા, આરણ્યક, શ્રુતિ, શાંત કોલાહલ એમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ..૧૯૪૭માં કુમારચંદ્રક, ..૧૯૮૦માંદક્ષિણા કાવ્યસંગ્રહ માટે ગુજરાતી પરિષદનો સુવર્ણચંદ્રક, ..૧૯૫૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક..૨૦૦૬માં આદિકવિ નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો. સમગ્ર કવિતા માટે ૨૦૦૧માં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યના ત્રીજા સાહિત્યકાર છે.

 (2) મનુભાઇ પંચોલી (ઈ.સ.૧૯૧૪-૨૦૦૧)

દર્શકઉપનામથી લખતા સાહિત્યકાર જાણીતા નવલકથાકાર છે. ઝેર તો પીધાં છે જાણી જાણી, દીપનિર્માણ,  સોક્રેટીસ,  કુરુક્ષેત્ર, બંધન અને મુક્તિ એમની જાણીતી નવલકથાઓ છે. બિરલા ફાઉન્ડેશનનું સરસ્વતિ સન્માન કુરુક્ષેત્ર નવલકથા માટે મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે. જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મેળવનાર પ્રથમ સાહિત્યકાર છે. ..૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ..૧૯૯૮માં સાહિત્ય અકાદમી-દિલ્હીનો પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર ..૧૯૮૨ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. વાંકાનેર પાસેના પંચાશિયા ગામે જન્મેલા સાહિત્યકાર સ્વાતંત્ર્યની લડતના અનુસંધાને જેલમાં પણ ગયાં. દક્ષિણામૂર્તિ ભાવનગરમાં સેવાઓ આપી છે. ઝેર તો પીધાં છે જાણી જાણી પરથી ફિલ્મ પણ બની હતી.

 (3)  અમૃત ઘાયલ (ઈ.સ.૧૯૧૬-૨૦૦૨)

જુનાગઢ જિલ્લાના સરધાર ગામ જન્મેલા શાયરનું ઉપનામ છે. ‘ઘાયલએમનું પૂરું નામ છે, અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ. શૂળ અને શમણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ છે. ગુજરાતી ગઝલના શિરમોર ગઝલકાર છે. “આઠો જામ ખુમારીગઝલ સંગ્રહમાં એમની પ્રખ્યાત સમગ્ર ગઝલનો સમાવેશ છે. ગઝલને ઉર્દૂ ફારસી પકડમાંથી મુકત કરી અસલ ગુજરાતી ઓળખ આપી. કુમારનો કલાપી એવોર્ડ, ..૧૯૯૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ..૨૦૦૨ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જીવ્યા ત્યાં સુધી મુશાયરા ગજવતા રહ્યા.

whatsapp