× logo
  • Loading...

Latest Blogs

સાહિત્યના યુગો: પ્રાગ- નરસિંહયુગ- રાસયુગ- હેમયુગ, મધ્યકાલીનયુગ, અર્વાચીનયુગ, આધુનિક યુગ

  •  GPSC 3     Subject
સાહિત્યના યુગો: પ્રાગ- નરસિંહયુગ- રાસયુગ- હેમયુગ, મધ્યકાલીનયુગ, અર્વાચીનયુગ, આધુનિક યુગ

(1) પ્રાગ- નરસિંહયુગ- રાસયુગ- હેમયુગ (1150-1450) - 300 વર્ષ

 

·     હેમચંદ્રાચાર્ય : (કલિકાલ સર્વજ્ઞ - 11મી સદી) : સિદ્ધહેમ શબ્દાનુશાસન (પ્રાકૃત ભાષામાં-દુહામાં)-સિધ્ધરાજ જયસિંહ સોલંકીના સમકાલીન

·     વજ્રસેનસુરિ : ભરતેશ્વર બાહુબલિ ઘોર (1170) 

·     શાલિભદ્રસુરિ : ભરતેશ્વર બાહુબલિ રાસ (1185)(પ્રથમ રાસ)

·     જિનપદ્મસુરિ : શિરિથુલિભદ્ર ફાગુ (પ્રથમ ફાગુ)

·     રાજશેખર : નેમિનાથ ફાગુ (1349)

·     અનામી : વસંત વિલાસ

·     અબ્દુર રહેમાન : સંદેશ રાસક (મેઘદૂતના આધારે-પ્રવાસ વર્ણન)

·     માણિક્યચંદ્રસુરિ : પૃથિવીચંદ્રચરિત - કે - વાગવિલાસ (ગદ્યકૃતિ)

·     શ્રીધર : રણમલ છંદ (૧૪-૧૫મી સદીમાં થઈ ગયા.ઈડરના રાજાના રાજપુરોહિત)

 

(2) મધ્યકાલીનયુગ (1450-1850)

 

·         નરસિંહ, મીરા, પ્રેમાનંદ, અખો, ભાલણ, વલ્લભ, ધીરો, ભોજો, નિરાંત શામળ, પ્રિતમ અને દયારામ

 

(3) અર્વાચીનયુગ :

 સુધારાયુગ (1850-1885): દલપતરામ, નર્મદ, નવલરામ પંડ્યા, નંદશંકર મહેતા, મહિપતરામ નીલકંઠ, રણછોડરામ દવે, મન:સુખરામ ત્રિપાઠી

પંડિત (સાક્ષર) યુગ : (1885-1915): ગો.મા.ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, કલાપી, ન્હાનાલાલ, બ.ક.ઠાકોર

ગાંધીયુગ : (1915-1950): ગાંધીજી, કાકા કાલેલકર,ક.મા.મુનશી, ર.વ. દેસાઈ, ધૂમકેતુ, મેઘાણી, રા.વિ. પાઠક, સુન્દરમ, ઉમાશંકર જોશી, ચં.ચી. મહેતા

અનુગાંધીયુગ : (1950-1960): દર્શક, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, જયંત ખત્રી, ચુનીલાલ મડિયા, શિવકુમાર જોશી, જ્યોતીન્દ્ર દવે,રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત,પ્રહલાદ પારેખ, ઉશનસ

(4) આધુનિક યુગ (1960....)

 

·         સુરેશ જોશી, યોસેફ મેકવાન, મફત ઓઝા, પ્રવીણ દરજી, ચંદ્રકાન્ત શેખડીવાલા, ચંદ્રકાન્ત બક્ષી, રાધેશ્યામ શર્મા, રવીન્દ્ર પારેખ, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા, ભોળાભાઈ પટેલ, ધીરુભાઈ ઠાકર, રતીલાલ બોરીસાગ, અશોક દવે, વિનોદ ભટ્ટ, લાભશંકર ઠાકર, રમેશ પારેખ, સિતાંશુ યશ્વચંદ્ર, ભગવતીકુમાર શર્મા, અનીલ જોશી, ચિનુ મોદી, જગદીશ જોશી, વિનોદ જોશી

whatsapp