ભૌતિક વિજ્ઞાન: મેઘધનુષ્ય, પ્રકાશનું પ્રકીર્ણન, પૂર્ણ આંતરિક પરાવર્તન
- GPSC 3 Subject
ભૌતિક વિજ્ઞાન: મેઘધનુષ્ય, પ્રકાશનું પ્રકીર્ણન, પૂર્ણ આંતરિક પરાવર્તન
મેઘધનુષ્યઃ-
મેઘ ધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામા જોવા મળે છે. સવારે તે પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં પ્રાથમિક મેઘધનુષ્યમાં લાલ રંગ બહારની તરફ અને જાંબલી રંગ અંદરની તરફ હોય છે. જ્યારે દ્વિતીયક ઈન્દ્ર ધનુષ્યમાં લાલ રંગ અંદરની તરફ અને જાંબલી રંગ બહારની તરફ હોય છે.
પ્રકાશનું
પ્રકીર્ણનઃ-
સુક્ષ્મ કણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશનાં વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે.
- ડૉ. ચંદ્રશેખર રાયને તેમનું "પ્રકાશના પ્રકીર્ણન" પરનું સંશોધન 28 ફેબ્રુઆરી 1928 (વિજ્ઞાન દિવસ) ના રોજ રજૂ કર્યું
હતું. જે બદલ તેમને 1930 માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
આકાશ ભૂરૂ કેમ
દેખાય છે ? --
શ્વેત પ્રકાશમાં
ભૂરો રંગ સૌથી નાની તરંગ લંબાઈ ધરાવે છે. જેથી વાતાવરણમાં રહેલા બારીક કણો તેનું સૌથી વધુ
સક્ષમ રીતે પ્રકીર્ણન કરે છે. જેથી આકાશ ભૂરૂં દેખાય છે. જો વાતાવરણ ન હોય
તો આકાશ કાળા રંગનું અંધકારમય દેખાય.
લાલ રંગની તરંગ
લંબાઈ મોટી હોય છે જેના કારણે વાતાવરણમાં ધૂળ, ધુમ્મસ કે ધુમાડો
હોવા છતાં પણ તેનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે, અને તે દૂર સુધી
જોઈ શકાય છે. માટે લાલ રંગનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં થાય છે.
સૂર્યોદય કે
સુર્યાસ્ત સમયે સૂર્યમાંથી આવતાં શ્વેત પ્રકાશને જોનાર સુધી પહોંચતા વધુ અંતર
કાપવું પડે છે. આ દરમ્યાન ભૂરા રંગનું પ્રકીર્ણન થતાં જોનાર સુધી માત્ર
રાતો રંગ પહોંચે છે. તેથી સૂર્યોદય, સૂર્યાસ્ત સમયે
સૂર્ય અને પૂનમનો ચંદ્ર લાલાશ પડતો દેખાય છે.
પૂર્ણ આંતરિક પરાવર્તનઃ-
આપાત કોણના
ક્રાંતિકોણ કરતાં વધુ મૂલ્ય માટે પ્રકાશ સંપૂર્ણ પરાવર્તન પામી ઘટ્ટ માધ્યમમાં
પાછું ફરે છે. આ ઘટનાને પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. હીરાનો ચળકાટ આ ઘટનાને આભારી છે. સંદેશા વ્યવહારમાં
ઓપ્ટિકલ ફાઈબર પણ આ સિદ્ધાંત પર
કાર્ય કરે છે.
