× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: પ્રકાશનું વક્રીભવન

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: પ્રકાશનું વક્રીભવન: જ્યારે પ્રકાશનું કિરણ પાતળા પારદર્શક માધ્યમમાંથી ઘટ્ટ પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર સહેજ વાકું વળે છે.

- જ્યારે પ્રકાશનું કિરણ પાતળા પારદર્શક માધ્યમમાંથી ઘટ્ટ પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર સહેજ વાકું વળે છે, જે ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રકાશના વક્રીભવનના કારણે

(1) પાણીમાં અંશત ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાય છે.

(2) તારાઓ ટમટમતાં દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણાં દૂર રહેલા હોય છે. જેથી તારાનો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થઈ આપણી આંખમાં પ્રવેશે ત્યાં સુધી સતત વાંકો વળતો રહે છે. જેથી તે પોતાના મૂળ સ્થાન કરતાં થોડાં ઉપર દેખાય છે. હવા અને તાપમાનમાં થતાં ફેરફારોના કારણે તેનો વક્રીભવનાંક બદલાતાં તારાઓ ટમટમતાં જોવા મળે છે. જેની સરખામણીમાં ગ્રહો પૃથ્વીની નજીક કોઈ મૂળ સ્થાને જે દેખાય છે.

(3) સુર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી સુર્યનું દેખાવું. જ્યારે સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે સુર્યકિરણ વાતાવરણમાં વક્રીભૂત થઈ આપણી આંખ સુધી પહોંચે છે.

(4) પાણી ભરેલા વાસણમાં પડેલો સિક્કો પાણીની સપાટીથી ઉઠેલો દેખાવો.

હિરાનું ચમકવું, રણ પ્રદેશમાં મૃગજળનું દેખાવું, કાચમાં તિરાડનું દેખાવું વગેરે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે ઉદભવે છે.

 

                 માધ્યમ                                                     પ્રકાશનો વેગ

         શૂન્યાવકાશ/હવા                                                     3,00,000 km/second

         કાચ                                                           1,80,000 km/second

         પાણી                                                          2,25,000 km/second

 -  શ્વેત પ્રકાશ સાત રંગનો બનેલો હોય છે. જે સાત રંગો "જાનીવાલીપીનારા" તરીકે જાણીતા છે. પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વિભાજન કરી શકાય છે. પારદર્શક માધ્યમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ અને લાલ રંગના પ્રકાશનું ન્યૂનતમ વિચલન થાય છે. કારણ કે જાંબલી રંગનો માધ્યમમાં વેગ ન્યૂનતમ અને લાલ રંગનો વેગ મહત્તમ હોય છે.

જ્યારે શ્વેત પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે ત્યારે જે તે વસ્તુના રંગ સિવાયના અન્ય રંગોનું શોષણ થાય છે. દા.ત. પ્રકાશ પાંદડાં પર પડે તો લીલા રંગ સિવાયના રંગોનું શોષણ થાય છે જ્યારે લાલ રંગનું પરાવર્તન થાય છે. માટે પાંદડું લીલું દેખાય છે.

- લાલ, લીલો અને વાદળી શ્વેત પ્રકાશના પ્રાથમિક રંગો છે. પ્રકાશ વિભાજનમાં સૌથી ઊપર રાતો (લાલ) રંગ અને સૌથી નીચે જાંબલી રંગ જોવા મળે છે.

whatsapp