× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: પ્રકાશ

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: પ્રકાશ: પ્રકાશ એક પ્રકારની ઊર્જા છે. વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં હોય છે. પ્રકાશ ઊર્જા નાના નાના પેકેટ સ્વરૂપમાં હોય છે. જેને ફોટોન કહેવાય છે.

- પ્રકાશ એક પ્રકારની ઊર્જા છે. વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં હોય છે. પ્રકાશ ઊર્જા નાના નાના પેકેટ સ્વરૂપમાં હોય છે. જેને ફોટોન કહેવાય છે.

- પ્રકાશના વેગનું સર્વપ્રથમ માપન રોમરે કર્યું હતું.

- વાયુ તથા શુન્ય અવકાશમાં પ્રકાશનો વેગ સૌથી વધુ (3 x 108 m/s) જેટલો હોય છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8 મિનિટ અને 19 સેકન્ડ લાગે છે. જ્યારે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 1.28 સેકન્ડનો સમય લાગે છે.

- ચંદ્ર સુર્યના 93% પ્રકાશનું શોષણ કરે છે. જ્યારે 7% પ્રકાશ પૃથ્વી પર પરાવર્તન કરે છે.

- પ્રકાશનું સૌથી વધુ પારદર્શક સ્વરૂપ હવા છે. આગિયો પ્રકાશનું ઠંડું ઉદગમસ્થાન છે. તેમાં લ્યુસિફરોઝ નામનું એન્ઝાઈમ આવેલું છે. તે હવામાના લ્યુસિન તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી પ્રકાશ ઉત્પન્ન કરે છે.

- એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. તે હવામાના લ્યુસિન તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી પ્રકાશ ઉત્પન્ન કરે છે.

- એક બિંદુથી બીજા બિંદુઓ જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે. કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવાય છે. કોઈ સપાટી પર પ્રકાશ આપાત કરતાં વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. સમતલ અરીસા વડે વસ્તુનું આભાસી, ચત્તું અને વસ્તુ જેટલા જ કદનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં વસ્તુ જેટલા જ અંતરે મળે છે. આ પ્રકારના પ્રતિબિંબને પાર્શ્વીય વ્યુત્ક્રમિત પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસામાં વસ્તુનું પૂર્ણ પ્રતિબિંબ જોવા અરીસાની લંબાઈ વસ્તુની લંબાઈ કરતાં ઓછી હોવી જરૂરી છે. જે ગોળાકાર અરીસાની અંદરની વક્રસપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ અને બહારની વક્રસપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરિસો કહેવાય છે. બર્હિગોળ અરિસા વાહનોના કાચમાં જોવા મળે છે. જેના પર “Objects in the mirror are closer than they appear” લખેલું હોય છે.

whatsapp