× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: ધ્વનિ તરંગો

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: ધ્વનિ તરંગો:- જે યાંત્રિક તરંગોની આવૃતિ 20 Hz થી 20,000 Hz ની વચ્ચે હોય છે, તેવા તરંગોની અનુભૂતિ આપણા કાન દ્વારા થઈ શકે છે.

 

જે યાંત્રિક તરંગોની આવૃતિ 20 Hz થી 20,000 Hz ની વચ્ચે હોય છે, તેવા તરંગોની અનુભૂતિ આપણા કાન દ્વારા થઈ શકે છે. જેને આપણે ધ્વનિ તરંગો કહીએ છીએ. તેનું વર્ગીકરણ નીચે મુજબ છે.


(1) શ્રાવ્ય તરંગો (Audible Sound):-

20 Hz થી 20,000 Hz સુધીની આવૃતિ ધરાવતા તરંગો શ્રાવ્ય તરંગો કહેવાય છે.

(2) અવશ્રાવ્ય તરંગો (Infrasonic Sound):-

20 Hz થી ઓછી આવૃત્તિ વાળા તરંગો અવશ્રાવ્ય તરંગો કહેવાય છે. ધરતી કંપ સમયે ઉત્પન્ન થતા તરંગો આવા તરંગો હોય છે. વ્હેલ અને હાથી આ પ્રકારના તરંગો ઉત્પન્ન કરી શકે છે અને પારખી શકે છે.

(3) પરાશ્રાવ્ય તરંગો (Ultrasonic Sound):-           

20,000 Hz થી વધુ આવૃત્તિ વાળા તરંગો પરાશ્રાવ્ય તરંગો કહેવાય છે. માનવ કાન તે સાંભળી શકતાં નથી. ચામાચીડિયું, કૂતરું, બિલાડી, કેટલાક પક્ષી આવા તરંગો ઉત્પન્ન કરી શકે છે. તેમજ સાંભળી શકે છે. આ પ્રકારના તરંગોની તરંગ લંબાઈ ઓછી હોવાના કારણે તેને ખૂબ દૂર સુધી મોકલી શકાય છે. આ ઉપરાંત સમુદ્રની ઊંડાઈ માપવા, મશીનોના ભાગો સાફ કરવા, રોગોના નિદાન માટે, સખત ધાતુમાં કાણાં પાડવા, રેલવે લાઈનમાં ભંગાણ ચકાસવા તે ઉપયોગી છે. આ તરંગોને હ્રદયના વિવિધ ભાગો પરથી પરાવર્તન કરાવી હ્રદયનું પ્રતિબિંબ બનાવાય છે. જેને ઈકો કાર્ડિયોગ્રાફી (ECG) કહેવાય છે.

અવાજનાં મોજાં દીવાલ કે અન્ય વસ્તુ સાથે અથડાઈને પાછાં ફરે તેને પડદ્યો કે પ્રતિધ્વનિ કહે છે. પડદ્યો પડવા માટે 17 મીટરનું (56 ફૂટ) અંતર હોવું જરૂરી છે. કારણ કે મૂળ અવાજ અને પડદ્યા વચ્ચે 1/10 સેકન્ડ કરતા વધુ સમયનું અંતર હોવું જરૂરી છે. તો જ બંને અવાજો અલગ સંભળાઈ શકે.

સમુદ્રશાસ્ત્રના અભ્યાસમાં ધ્વનિના પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને 50 NAR (Sound Navigation and Ranging) કહે છે. તેના વડે સમુદ્રમાં ડૂબેલા વાહણો, સબમરીનો, ખડકો વગેરેનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. સમુદ્રમાં અંતર માપવાનો એકમ નોટીકલ માઈલ છે. ધ્વનીની પ્રબળતા માપવાનો એકમ બેલ કે ડેસિબેલ છે. ધ્વનિના અપવર્તનના કારણે દિવસની સરખામણીમાં રાત્રીના સમયે દૂર સુધી સંભળાય છે. કાન પર ધ્વનિનો પ્રભાવ 1/10 સેકન્ડ સુધી રહે છે.

 

 

 

 

 

whatsapp