× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: ઉત્પ્લાવકતા

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: ઉત્પ્લાવકતા:- પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહેવાય છે.

- પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉર્ધ્વ દિશામાં લાગતા પરિણામી બળને ઉત્પ્લાવક બળ કહેવાય છે. આર્કિમીડીઝ નામના વિજ્ઞાનીએ દર્શાવ્યું કે જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલાં પ્રવાહીનાં વજન જેટલું હોય છે. જેને આર્કિમીડીઝનો તરતા પદાર્થનો સિદ્ધાંત કરે છે.

 

- પદાર્થ પ્રવાહીમાં તરશે કે ડૂબશે તે તેની સાપેક્ષ ઘનતા પર નિર્ભર છે.

 

પદાર્થની સાપેક્ષ ઘનતા =      પદાર્થની ઘનતા  

                                      40 સે. પર પાણીની ઘનતા

 

- જો પદાર્થની સાપેક્ષ ઘનતા 1 કરતાં વધુ હોય તો તે પાણીમાં ડૂબી જશે અને 1 કરતાં ઓછી હોય તો તે પાણીમાં તરશે.

 

-  40 સે. પર પાણીની ઘનતા સૌથી વધુ હોય છે.

 

- શુદ્ધ સોનાની સાપેક્ષ ઘનતા સૌથી વધુ હોય છે, જેના કારણે તે તાત્કાલિક પાણીમાં ડૂબી જાય છે.

 

- પ્રવાહીની ઘનતા માપવાનું સાધન હાઈડ્રોમીટર છે. સામાન્ય પાણી કરતાં સમુદ્રના પાણીના ઘનતા વધુ હોય છે. જેથી સમુદ્રમાં તરવું સહેલું હોય છે.


- બરફનો પાણીમાં માત્ર 1/10 ભાગ ઉપર હોય છે. માટે પાણી ભરેલા પાત્રમાં બરફ તરતો હોય અને પીગળી જાય તો પણ પાણીની સપાટીમાં કોઈ ફરક પડશે નહિં.


-      દૂધની શુદ્ધતા માપવાનું સાધન લેક્ટોમીટર છે.

whatsapp