× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: દળ, વજન, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો નિયમ

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: દળ, વજન, ગ્રહોની ગતિ માટે કેપ્લરનો નિયમ

દળઃ-

 

- પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તે અદિશ રાશિ છે.

 

 વજનઃ-

 

- પદાર્થ પર લાગતાં ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. તે સદિશ રાશિ છે.

 

·  લિફ્ટમાં વસ્તુનું વજનઃ- જ્યારે લિફ્ટ ઉપર તરફ ગતિ કરે ત્યારે તેમાં રહેલ વ્યક્તિને વજન વધવાનો અનુભવ થાય છે. જ્યારે નીચે તરફની ગતિમાં વજન ઘટવાનો અનુભવ થાય છે.

 

·  જો લિફ્ટની દોરી નીચે ઉતરતી વખતે તૂટી જાય તો તે મુક્ત રીતે નીચે પડશે અને તેમાં રહેલી વ્યક્તિને ભારહિનતાની સ્થિતિનો અનુભવ થશે. ત્યારબાદ લીફ્ટમાં ગુરુત્વ પ્રવેગમાં વધારો થતાં તેમાં રહેલી વ્યક્તિ લીફ્ટના છાપરાં સાથે અથડાશે.

 

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો નિયમઃ-

 

- પ્રત્યેક ગ્રહો સૂર્યની ફરતે દીર્ઘવર્તુળ આકારમાં પરિભ્રમણ કરે છે. દરેક ગ્રહોનો ક્ષેત્રીય વેગ ચોક્કસ હોય છે. જેના કારણે જ્યારે તે સૂર્ય નજીક હોય તો તેનો વેગ વધે છે. અને સૂર્યથી દૂર જતાં તેનો વેગ ઘટે છે.

 

·    પલાયન વેગઃ- તે એવો ન્યૂનતમ વેગ છે કે જેના દ્વારા કોઈ વસ્તુ કોઈ ગ્રહની ગુરુત્વકક્ષા પાર કરી શકે. પૃથ્વીનો પલાયન વેગ 11.2 km/s છે. એટલે કે કોઈ વસ્તુને 11.2 km/s કે તેથી વધુ વેગે ફેંકવામાં આવે તો તે વસ્તુ પૃથ્વીના ગુરુત્વકક્ષાની બહાર અંતરીક્ષમાં જશે.

whatsapp