× logo
  • Loading...

Latest Blogs

ભૌતિક વિજ્ઞાન: પાવર (કાર્યત્વરા), ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ પ્રવેગ (g)

  •  GPSC 3     Subject
ભૌતિક વિજ્ઞાન: પાવર (કાર્યત્વરા), ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વ પ્રવેગ (g)

પાવર (કાર્યત્વરા) :

 

- કાર્ય કરવાના સમય દરને પાવર (કાર્યત્વરા) કહે છે. પાવરનો નાનો એકમ વોટ છે. વ્યવહારમાં કિલોવોટ અને મેગાવોટનો ઉપયોગ થાય છે. બ્રિટિશ માપન પદ્ધતિનો એકમ હોર્સ પાવર છે.

 

 

     ઉપકરણ                 ઊર્જાનું રૂપાંતરણ

 

    ડાયનેમો               યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

 

    માઈક્રોફોન             ધ્વનિ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

 

    સૌર સેલ               સૂર્ય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં

 

ગુરુત્વાકર્ષણ બળઃ

 

- તે સૌથી નબળું બળ છે. વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો એક બીજાને આકર્ષે છે. જેને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. તેને G વડે દર્શાવાય છે. સમગ્ર વિશ્વમાં G નું મૂલ્ય અચળ રહે છે. માટે G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે.

 

ગુરુત્વ પ્રવેગ (g)-

 

પદાર્થ પર લાગતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે તેમાં ઉદભવતા પ્રવેગને ગુરુત્વ-પ્રવેગ કહેવાય છે. તેને g વડે દર્શાવાય છે. તેનું માપ 9.8 m/s2 છે. ગુરુત્વ પ્રવેગ વસ્તુનું સ્વરૂપ, આકાર, દ્રવ્યમાન વગેરે પર આધાર રાખે છે. પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. માટે ધ્રુવ પ્રદેશોપર g નું મૂલ્ય વિષુવવૃત કરતાં વધુ હોય છે.

 

     (1) પૃથ્વીની સપાટીની ઉપર તરફ કે નીચે તરફ જતાં g નું માપ ઘટે છે.

 

    (2) પૃથ્વીની ભ્રમણ ગતિ વધે તો g નું મૂલ્ય ઘટે અને પૃથ્વીની ભ્રમણ ગતિ ઘટે તો g નું મૂલ્ય વધે.

 

    (3) પૃથ્વી પોતાની વર્તમાન ગતિથી 17 ગણી વધુ ઝડપી ગતિ કરે તો ભૂમધ્ય રેખા પર g નું મૂલ્ય 0 થઈ જશે.

 

whatsapp