× logo
  • Loading...

Latest Blogs

હ્રદય

  •  GPSC 3     Subject
માણસનું હ્રદય શંકુ આકારનું અને લગભગ એક મુઠ્ઠી કદનું હોય છે. તે બે ફેફસાની વચ્ચેની નાની જગ્યામાં અને સહેજ ડાબી બાજુ હોય છે.


માણસનું હ્રદય શંકુ આકારનું અને લગભગ એક મુઠ્ઠી કદનું હોય  છે. તે બે ફેફસાની વચ્ચેની નાની જગ્યામાં અને સહેજ ડાબી બાજુ હોય છે. મનુષ્ય હ્રદય ચતુષ્ખંડીય હોય છે. ઉપરના બે ખંડો કર્ણક કે અલિંદ અને નીચેના બે ખંડો ક્ષેપક કે નિલય કહેવાય છે. કર્ણકમાં જમણું કર્ણક અને ડાબુ કર્ણક તથા ક્ષેપકોમાં જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક હોય છે. કર્ણકોની દીવાલ પાતળી અને ક્ષેપકોની દીવાલ જાડી હોય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકો વચ્ચે દ્વિદળ વાલ્વ અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદળ વાલ્વ હોય છે. આ વાલ્વ રૂધિરના પ્રવાહને ક્ષેપકોમાંથી કર્ણકમાં પાછો ફરતો અટકાવે છે.

                શિરા હ્રદયમાં લોહી લાવવાનું કાર્ય કરે છે. જ્યારે ધમની હ્રદયમાંથી લોહી બહાર લઈ જવાનું કાર્ય કરે છે. અગ્રમહાશિરા અને પશ્વ્ર મહાશિરા દ્વારા શરીરના વિવિધ ભાગોમાંથી O2 વિહિન રુધિર જમણા કર્ણકમાં આવે છે. આજ સમયે ફુપ્ફુસીય શિરાઓ દ્વારા O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. હવે હ્રદય સંકોચન પામતા O2 વિહિન રૂધિર જમણાં ક્ષેપકમાં અને O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. ફુપ્ફુસીય ધમની જમણી ક્ષેપકમાંથી રૂધિરને હ્રદય બહાર ફેફસામાં લઈ જાય છે. ફેફસામાંથી CO2 મુક્ત થાય છે અને O2 પ્રવેશે છે. ત્યાર બાદ શુદ્ધ થયેલું રૂધિર ફુપ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં પ્રવેશે છે. જે મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ વિતરણ પામે છે. હ્રદયની ધડકન પોટશીયમને આભારી છે. સામાન્ય માનવીનું હ્રદય મિનિટમાં 72 વાર સ્પંદન કરે છે.

હ્રદય દ્વારા ધમનીમાં રુધિર ધકેલાય છે. જે ઉંચા દબાણ હેઠળ હોય છે આથી ધમની જાડી અને સ્થિતીસ્થાપક દીવાલ ધરાવે છે. જ્યારે શરીરના વિવિધ અંગોમાંથી શિરા રૂધિર હ્રદયમાં લાવે છે. તેમાં લોહીનું દબાણ હોતું નથી અને તેથી શિરાની દિવાલ પાતળી હોય છે. રૂધિરનું પશ્વ્રવહન અટકાવવા માટે શિરામાં અર્ધ ચંદ્રાકાર વાલ્વ હોય છે. ધમનીએ લાલ રંગની અને શિરાઓ ભૂરા રંગની હોય છે.

                વધુ પડતું દારૂનું સેવન, અનિયમિત આહાર, ધુમ્રપાન, અનિયમિત ઉંઘ તથા બેઠાડું જીવન જીવવાના કારણે લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે. જે લોહીને જાડું તેમજ ધમનીની દિવાલને સાંકડું બનાવે છે. તેના કારણે હ્રદયમાં રૂધીરનું દબાણ વધે છે અને હાર્ટ એટેક આવે છે. આ માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે.

                પગમાં જાંઘના ભાગમાં ઘણી નસો આવેલી હોય છે. જે નિષ્ક્રિય અવસ્થામાં રહેલી હોય છે. કેટલીક વાર હ્રદયની નસ કામ કરતી બંધ થાય તેવી પરિસ્થિતિમાં આ પ્રકારની નસોનો ઉપયોગ કરીને સર્જરી દ્વારા નવી નસ મુકવામાં આવે છે. જેને બાયપાસ સર્જરી કહે છે.

                નિયમિત કસરત, યોગ્ય આહાર હ્રદયને સ્વસ્થ રાખે છે. બ્લડપ્રેશર માપવા સ્ફિગ્મોમેનોમીટરનો ઉપયોગ થાય છે. સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર 120/80 mmhg હોય છે.

whatsapp