× logo
  • Loading...

Latest Blogs

માનવ શરીર

  •  GPSC 3     Subject
માનવ શરીર અનેક અંગો, પેશીઓ, તંત્રો, અને ગ્રંથિઓનું બનેલુ છે.


1) મગજ: મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડ રજ્જૂનું બનેલું છે. તે મસ્તક પેટી અને ત્રણ મસ્તિષ્કાવરણથી સુરક્ષિત છે. પુખ્ત વ્તક્તિનું મગજ 1350 ગ્રામ નું હોય છે. મગજનાં ત્રણ ભાગ છે. (i) અગ્રમગજ (ii) મધ્યમગજ (iii) પશ્વમગજ.  

(i) અગ્રમગજ: તે મગજનો સૌથી મોટો ભાગ છે. તેમાં અનૈચ્છીક અને ઐચ્છીક પ્રવૃત્તિ જેવી કે બોલવું, વિચારવું, યાદ રાખવું અને ઓળખ્યું વગેરેનું નિયંત્રણ થાય છે.  

(ii) મધ્યમગજ: તેમાં હાથ, પગ, તેમજ અન્ય અંગો પર નિયંત્રણ, શરીરનું સમતોલન જાળવવું, ગંધ, સ્પર્શ, તાપમાન જેવી સામાન્ય સંવેદન શક્તિઓ આવેલી છે.

(iii) પશ્વમગજ: તેમા શરીરની ઐચ્છીક ક્રિયા જેવી કે પાચન, શ્વસન, હ્રદયનું ધબકવું વગેરે પર નિયંત્રણના કેન્દ્રો હોય છે. મગજ મુખ્યત્વે ચેતાપેશીઓનું બનેલું હોય છે. તેની બહારની સપાટી પર ભુખરૂ દ્વવ્ય અને અંદરનાં ભાગમાં શ્વેત દ્વવ્ય હોય છે. મસ્તિષ્ક આવરણ વચ્ચેનો ભાગ મેરૂજળ થી ભરેલો હોય છે. પશ્વ મગજ દ્રષ્ટી અને કર્ણની ચેતાનું નિયંત્રણ કરે છે.

ચામડી(ત્વચા):  માનવ શરીરનું સૌથી મોટું અંગ ચામડી છે. તે ઉત્સર્જન તંત્રનો એક મહત્વનો ભાગ છે. તે વિવિધ પ્રકારની સંવેદનાઓ અનુભવવાનું કાર્ય કરે છે. તે શરીરનું બાહ્ય આવરણ છે. તે શરીરનું રક્ષણ કરે છે. ચામડી પર વાળ, તૈલીગ્રંથી તથા પ્રસ્વેદગ્રંથિ આવેલી હોય છે. ચામડી પરસેવા સર્જન કરીને શરીરનું આંતરિક તાપમાન જાળવી રાખે છે. તથા અશુદ્ધિઓને શરીરની બહાર ફેકી દેય છે. ચામડીમાં રહેલી તૈલ ગ્રંથિ તેને ભીની રાખવા મદદરૂપ છે. શિયાળામાં હોઠ જલ્દી ફાટે છે. જેનું કારણ છે શરીરની અન્ય અંગોની ચામડી કરતાં હોઠની ચામડીમાં તૈલી ગ્રંથિનું પ્રમાણ ઓછુ છે. ચામડીનો રંગ મેલેનિનને આભારી છે. મેલિનિનનું પ્રમાણ સૌથી ઓછું હોય તો ચામડી ગોરી અને વધુ હોય તો ચામડી કાળી દેખાય છે.

whatsapp