× logo
  • Loading...

Latest Blogs

પ્રાણીઓમાં અનુકુલન

  •  GPSC 3     Subject
સામાન્ય રીતે પ્રાણીઓને બે વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે : (1) કરોડવાળા પ્રાણીઓ , (2) કરોડ વગરનાં પ્રાણીઓ


·     કરોડ વગરનાં પ્રાણીઓમાં મોટા ભાગનાં પ્રાણીઓ સસ્તન વર્ગનાં જોવા મળે છે.

·        મત્સ્ય વર્ગ: ફક્ત પાણીમાં રહેતા જળચર પ્રાણીઓ છે. તેમની ચામડી ફરતે ભિંગડા હોય છે. શરીર ત્રાક આકારનું હોય છે. શ્વસન ઝાલર(ચૂઈ) દ્વારા થાય છે. પ્રચલન મીનપક્ષો દ્વારા થાય છે. મોટા ભાગના મત્સ્યો ઈંડા મૂકે છે.

·        સરીસૃપ વર્ગ: સામાન્ય રીતે ભૂચર કે ઉભયજીવી હોય છે. ચામડી સૂકી, ભિંગડા યુક્ત હોય છે.

·        સસ્તન વર્ગ: સામાન્ય રીતે ભૂચર હોય છે. ચામડી પર વાળ, તૈલિગ્રંથિ તથા પ્રસ્વેદ ગ્રંથિ આવેલી છે. તે ઉષ્ણ રુધિર વાળા પ્રાણીઓ હોય છે. હ્રદય ચાર ખંડોમાં વિભાજીત હોય છે.

·        ઉભયજીવી વર્ગ: તે જમીન તથા પાણીમાં રહે છે. તેની ચામડી ભિંગડા વગરની તથા લીસી, ચીકણી અને ભેજવાળી હોય છે. ચામડીમાં શ્લેષ્મ ગ્રંથિ આવેલી હોય છે.

·        વિહગ વર્ગ: તે હવામાં ઉડનારા ખેચર પ્રાણીઓ છે. શરીરની ફરતે પીછાનું આવરણ હોય છે. ઉડવા માટે અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલુ હોય છે. હાડકાં છીદ્રાળુ હોય છે. વજન ઓછુ હોય છે. જડબામાં દાંત નથી હોતા.

 

whatsapp