× logo
  • Loading...

Latest Blogs

21 June : International Yoga Day 2022

  •  GPSC 3     Subject
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી.

·            ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી.

·            21મી જૂનનો દિવસ એ સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પીએમ મોદીએ તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવા માટે સૂચન કર્યું.

·            વર્ષ 2015થી 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

·            આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'માનવતા માટે યોગ' (Yoga for Humanity)ની થીમ પર ઉજવણી કરાઇ.

·            યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે.

·            યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું એવો થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનું પ્રતીક છે.

·            યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે જોવા મળે છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

·            યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

·         21 જૂનની એક વિશેષતા એ છે કે તે વર્ષમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના સતત અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપે ઊજવવાનો નિર્ણય કરાયો હતો.

whatsapp