× logo
  • Loading...

Latest Blogs

આંખ

  •  GPSC 3     Subject
માનવ આંખ એ કુદરતનું શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે.

·        માનવ આંખ એ કુદરતનું શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ છે. તેને કેમેરા સાથે સરખાવી શકાય છે.

·        વસ્તુમાંથી આવતા પ્રકાશનાં કિરણો સૌપ્રથમ કનિનીકા દ્વારા આપણી આંખ પ્રવેશે છે. કનિનીકાની પાછળ આવેલા સ્નાયુમય બંધારણને આઈરીસ કહે છે.

·        કીકીમાંથી પસાર થઈ પ્રકાશનાં કિરણો નેત્રમણિમાં આયાત થાય છે. જે સિલિયરી સ્નાયુઓથી જકડાયેલા હોય છે. તે નેત્રમણિની જાડાઈમાં ફેરફાર કરી તેની લંબાઈ બદલી શકે છે.

·        નેત્રમણિ દ્વારા પરાવર્તન પામી પ્રકાશનાં કિરણો નેત્રપટલ પડે છે. જ્યાં વસ્તુનું ઉલ્ટું પ્રતિબિંબ રચાય છે. પ્રકાશસંવેદિ કોષો તેને મગજમાં લઈ જાય છે. અને આપણે વસ્તુને ચત્તી જોઈ શકીએ છીએ. માણસની આંખ બદલવા તેનો નેત્રમણિ બદલવો પડે છે. જે લઘુત્તમ અંતરે આંખનો લેન્સ સંકોચન નજીકનું બિંદુ કે સ્પષ્ટ જોઈ શકે તે અંતર નજીકનું બિંદુ કે સ્પષ્ટ દ્વષ્ટી અંતર કહે છે. પુખ્ત યુવા માટે આ અંતર 25 સે.મી. જેટલુ છે.

·        દૂરનાં અંતરે આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. તેને દૂર બિંદુ કહે છે. સામાન્ય પુખ્ત વ્યક્તિનું દૂર બિંદુ અનંત અંતરે હોય છે.


આંખની ખામીઓ:

·        જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો કે જાડો ન થઈ શકે ત્યારે રેટિના પર વસ્તુનું ચોક્કસ પ્રતિબિંબ રચાતું નથી. જેના કારણે આંખની ખામી ઉદ્દભવે છે.

·        સામાન્ય રીતે તે ત્રણ પ્રકારની ખામી જોવા મળે છે : (1) લઘુદ્રષ્ટીની ખામી અથવા માયોપીયા (2) ગુરૂદ્રષ્ટીની ખામી અથવા હાઈપર મેટ્રોપિયા (3) પ્રેસ બાયોપિયા 


 

whatsapp