× logo
  • Loading...

Latest Blogs

આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ

  •  GPSC 3     Subject
આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતુ સાતત્ય.

·        દરેક સજીવો અલિંગી કે લિંગી પ્રજનન કરે છે. જેના દ્વારા તે નવી પેઢીને જન્મ આપે છે. આ નવી પેઢી પિતૃઓ સાથે ગાઢ મળતી આવી શકે પરંતુ મળતી નથી. જેને ઉત્ક્રાંતિ કહે છે.

·        આનુવંશિકતા એટલે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતુ સાતત્ય. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણા પર પ્રયોગ કરીને આનુવંશિકતાના નિયમો બનાવ્યા હતા.

મનુષ્યમાં લિંગ નિશ્વયન:

·        જનીનો DNA ઉપર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલ હોય છે.

·        માનવમાં લિંગ નિશ્વયન રંગસુત્રો પર આવેલા જનીનો કરે છે. જે પિતૃઓ દ્વારા વારસામાં મળે છે.

·        માનવમાં 23 જોડ રંગસુત્રો આવેલા હોય છે. કુલ 46 હોય. તેમાંથી 22 જોડને દૈહિક સુત્રો કહે છે. જે નર અને માદામાં સમાન હોય છે.

·        માદામાં 23મી જોડમાં બંને X લિંગી રંગસુત્રો સરખા હોય છે.

·        નરમાં 23મી જોડના લિંગી રંગસુત્રોમાં એક રંગસુત્ર માદાનાં રંગસુત્ર જેવુ X પ્રકારનું હોય છે. જ્યારે તેના સમજાત રંગસુત્રમાં નાના કદનું Y રંગસુત્ર હોય છે.

·        શુક્રકોષો 50% X અને 50% Y રંગસુત્રો હોય છે. જ્યારે અંડકોષો 100% X રંગસુત્રો ધરાવે છે. જ્યારે X રંગ્સુત્ર ધરાવતા શુક્રકોષો અંડકોષને ફલિત કરે તો તેમાંથી વિકાસ પામતા માદા(X+X) બને છે.

·        જ્યારે Y રંગસુત્રો ધરાવતું શુક્રકોષ અંડકોષને ફલિત કરે તો તેમાંથી વિકાસ પામતા નર (X+Y) બને છે. આમ, રંગસુત્રોની સુચી જોડ બાળકની જાતિ નક્કી કરે છે. 

whatsapp