× logo
  • Loading...

Latest Blogs

જીવ વિજ્ઞાન

  •  GPSC 3     Subject
જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લૈમાર્ક અને ટ્રેવિરેનસ નામનાં વૈજ્ઞાનિકે કર્યો હતો.


·         વિજ્ઞાનની આ શાખા અંતર્ગત સજીવોનું અધ્યયન કરવામાં આવે છે.

·         જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લૈમાર્ક અને ટ્રેવિરેનસ નામનાં વૈજ્ઞાનિકે કર્યો હતો.

·         એરીસ્ટોટલને જીવવિજ્ઞાનનાં પિતા કહેવાય છે. તેમણે જીવ વિજ્ઞાનને બે સમુહોમાં વહેચ્યુ હતું. જંતુ સમુહ અને વનસ્પતિ સમુહ.

·         માનવનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે.

જીવ સૃષ્ટીની રચના:

વ્હિક્ટરે 1969 માં જીવંત સજીવોને નીચેની પાંચ સૃષ્ટીમાં વર્ગીકૃત કર્યા હતા.

(1) સૃષ્ટી મોનેરા (2) સૃષ્ટી પ્રોટિસ્ટા (3) સૃષ્ટી ફૂગ (4) સૃષ્ટી વનસ્પતિ (5) સૃષ્ટી પ્રાણી

વનસ્પતિ:

(1) છોડ: 5 ફુટ કરતા ઓછી ઉંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય છે. તેનું પ્રકાંડ નબળુ હોય છે. (2) વૃક્ષ : 15 ફૂટ કરતા વધુ ઉંચાઈ ધરાવતી વનસ્પતિને વૃક્ષ કહે છે.

(3) વેલાઓ: જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય છે અને ટટ્ટાર રહી ન શકતા હોય તેને વેલા કહે છે.

(4) ક્ષુપ: 12 થી 15 ફૂટ ઉંચાઈ ધરાવતા વન્મસ્પતિને ક્ષુપ કહે છે.

 

કોષની રચના:

·         સજીવોનો પાયાનો એકમ કોષ છે. કોષની શોધ અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હૂકએ કરી હતી.

·         માનવ શરીરમાં દરેક પ્રકારના કોષ જેવા કે અંડકોષ, શુક્રકોષ, ચેતાકોષ, રુધિરકોષ રહેલા છે.

·         કોષના બંધારણમાં વિવિધ પ્રકારની રચનાઓ તેમજ અંગિકાઓ આવેલી હોય છે.

(1) કોષરસસ્તર:

કોષરસ અને તેની અંગિકાઓ ફરતે આવેલા સ્તરને કોષરસસ્તર કહે છે. જે કોષનું બહારનું આવરણ છે. કોષરસ સ્તર એ જીવંત પાતળું, સ્થિતિ સ્થાપક અને નાજૂક હોય છે. કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કોષસરસ્તર માંથી પસાર થાય છે.

(2) કોષ દિવાલ: માત્ર વનસ્પતિ કોષમાં કોષરસસ્તર ઉપરાંત કોષની બહારનાં ભાગમાં કોષ દિવાલ આવેલી હોય છે. તે નિર્જીવ અને મુક્ત રીતે પ્રવેશશીલ હોય છે. તે કોષના આકારને જાળવી રાખે છે. કોષ દિવાલ સેલ્યુલોઝ પેકિટનની બનેલી છે.

(3) કોષ કેન્દ્ર: તે કોષની મધ્યમાં આવેલી ગોળાકાર મુખ્ય અંગીકા છે. કોષકેન્દ્રીકામાં પુષ્કળ પ્રોટીન હોય છે. જેને રીબો ન્યુક્લીઅસ એસીડ કહે છે. અને રીબોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન છે. રંગતત્વ એ પાતળા તંતુઓ જેવા રંગસુત્રોનો ગૂંચળામય જથ્થો છે. જે જનીન દ્રવ્ય ડિઓક્સીરીબો ન્યુક્લીઈડ એસિડ છે.

(4) કોષરસ: રસ સ્તર અને કોષકેન્દ્ર વચ્ચે જોવા મળતાં કોષનાં ભાગને કોષરસ કહે છે. કોષરસમાં 90% જેટલુ પાણી હોય છે. તેમાં પ્રોટીન તંતુઓ ટ્યુબિલીન, એક્ટીન, અને કેરેટીન આવેલા હોય છે. તે કોષનો આકાર જાળવી રાખવામં મદદ કરે છે. આપણા વાળ અને નખ કેરેટીનનાં બનેલા હોય છે.

કણાભસુત્ર:

તે નળાકાર, દંડાકાર કે ગોળાકાર હોય છે. અને કોષરસમાં વિતરણ પામે છે. તેની અંદરની ગડીમય રચનાને ક્રિસ્ટી કહે છે. કણાભસુત્રમાં કોષીય શ્વસન પામે છે. કણાભસુત્ર આણ્વીય ઓક્સિજનનો ઉપયોગ કરી કોષમાં રહેલા કાર્બોદિતને ઓક્સિડેશન થવાથી શક્તિમુક્ત થાય છે. અને ATP બને છે. આમ, તેને પાવર હાઉસ કહે છે.         

whatsapp